નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા આજથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત બાઇકમાં મોડીફાઇડ સાઈલેન્સર લગાવેલા હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ અવાર-નવાર સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા હોય છે. ત્યારે આજથી ફરીએકવાર અમદાવાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ એક અઠવાડીયા સુધી ચાલશે. ટ્રાફિક ડ્રાઈવ 7થી 12 તારીખ સુધી ચાલુ રહેશે. ટ્રાફિક પોલીસ શહેરના વિવિધ પોઈન્ટ પર ઊભા રહીને કાર્યવાહી હાથ ધરશે. ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઈવમાં કારમાં બ્લેક ફિલ્મ લાગેવેલી હશે તે વાહન ચાલક સામે ગુનો નોંધીને દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત બુલેટ જેવા બાઇકમાં લગાવતા મોડીફાઇડ સાઈલેન્સર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પોલીસ શહેરના વિવિધ જગ્યા ર્સ્પેશિયલ પોઈન્ટ બનાવીને ચેકિંગ હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે, ઉનાળો આવતાની સાથે કારમાં વધારે ઠંડક રહે તે માટે વાહન ચાલકો નિયમોની વિરુદ્ધમાં કાચ પર બેલ્ક ફિલ્મ લગાવી દેતા હોય છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો કરતા કાચ પર ચઢાવવામાં આવેલી ફિલ્મ વધારે કાળી હોય તો વાહન વ્યવહારના નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં ઘણાં વાહનો નિયમો નેવે મૂકીને કાર પર કાળી ફિલ્મો લગાવીને ફરતા જોવા મળે છે. બીજી બાજુ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે શહેરમાં મોટા ભાગે બ્લેક ફિલ્મનો ઉપયોગ પોલીસકર્મીઓની પ્રાઈવેટ ગાડીમાં થતો હોય છે જેમાં નંબર પ્લેટ પણ લગાવેલી હોતી નથી. જ્યારે નિયમ બધા માટે એક સરખો હોય છે, ત્યારે આવી સ્પેશિયલ ડ્રાઈવ યોજીને માત્ર સામન્ય માણસો સામે જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું આવી સ્પેશિયલ ડ્રાઈવમાં ક્યારેક પોલીસક્રમિઓની પ્રાઈવેટ કાર સામે કાર્યવાહી કરવામાં આવે છે ખરી ?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











