Tuesday, September 8, 2026
HomeGeneralST બસમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં ખામી, એક જ નંબરની સીટ બે...

ST બસમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં ખામી, એક જ નંબરની સીટ બે લોકોને ફાળવી

- Advertisement -




નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે ટ્રેન અને બસમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. જેથી મુસાફરો એડ્વાન્સમાં જ ટિકિટ બુકિંગ કરાવી લેતા હોય છે. પરંતુ એડ્વાન્સમાં ટિકિટ બુક કરાવ્યા છતાં પણ બસમાં સીટ ન મળતી હોવાની ઘટના પ્રકાશિત માં આવી છે. રાજયમાં ડિઝિટલ સેવાઓ વધી રહી છે. તો બીજી બાજુ આ સેવાઓના કારણે મુસાફરો અને બસ કંડક્ટર મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એસટી નિગમની બસમાં ઓનલાઈન ટિકિટ બુકીંગ સર્વિસમાં ખામી સર્જાતા મુસાફરો હેરાન થઈ રહ્યા છે.

ગુજરાત એસટી નિગમની વોલ્વો સહિત એક્સપ્રેસ બસમાં મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવે તે માટે 10 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઓનલાઈન ટિકિટ બુકીંગ કર્યા બાદ બસમાં સીટ નંબર નિશ્ચિત થઈ જાય છે. પંરતુ છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ ખામીને કારણે એક જ નંબરની સીટ બે મુસાફરોને ફાળવવામાં આવી રહી છે. પરિણામે મુસાફર જ્યારે બસમાં બેસે છે ત્યારે તેની બુકિંગ કરાવેલી સિટ પર અન્ય જ કોઈ મુસાફર બેઠેલું હોય છે, અને મુસાફરો વચ્ચે તકરાર ઊભી થઈ જાય છે. બસમાં જો કોઈ અન્ય સીટ ખાલી હોય તો કંડકટર દ્વારા બીજી કોઈ સીટ ફાળવી દેવામાં આવે છે પણ જ્યારે બસ હાઉસ ફૂલ હોય ત્યારે કંડકટર સાથે ઘર્ષણ સર્જાય જાય છે.

- Advertisement -

તાજેતરમાં જ ગુજરાત એસટી નિગમની રાજકોટ- અમદાવાદની વોલ્વો બસમાં 33,39 અને 40 નંબરની સીટ માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટિકિટ બુક કરવેલા પેસેંજર જ્યારે બસમાં બેઠા ત્યારે આ ત્રણે સીટ બે-બે વખત બુકિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્રણ સીટ માટે છ પેસેંજર બસમાં આવી જતાં ભારે હોબાળો સર્જાયો હતો. વિવાદ એટલો વધ્યો કે અંતે પોલીસ બોલાવી પડી હતી. અંતે ત્રણ સીટ ઓનલાઈન બુકિંગ કરાવનાર છ લોકોને બસમાંથી ઉતારી દીધા હતા.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular