નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી એક મુશ્કેલીમાં ફસાઈ શકે છે. પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) પતિ રોબર્ટ વાડ્રા સામે EDએ મની લોન્ડરિંગ કેસ (Money laundering case) દાખલ કર્યો છે. હવે આ કેસમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ હોવાનો EDએ દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) સબંધિત કેસની ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે. EDનો દાવો છે કે, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે NRI બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી હતી.
EDનું કહેવું છે કે, વાડ્રા અને થમ્પી વચ્ચે સારા સંબંધો છે અને બંન્ને એક સમાન બિઝનેસ કરે છે. આ એક મોટો કેસ છે, જે ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધિત છે. ભંડારીની મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન માટે ઘણી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના ડરથી તે ભારત છોડીને 2016માં જ બ્રિટન ભાગી ગયો હતો.
ચાર્જશીટમાં તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે એચ. એલ. પહવાએ વાડ્રા અને થમ્પી બંનેને જમીનો વેચી દીધી હતી. તેમને હરિયાણામાં જમીન ખરીદવા માટે બેનામી પૈસા આપવામાં આવ્યા હતા અને વાડ્રાએ જમીનના વેચાણ માટે સંપૂર્ણ રકમ ચૂકવી ન હતી.
પહવાએ 2006માં પ્રિયંકા ગાંધીને ખેતીની જમીન વેચી હતી અને પછી 2010માં તેની પાસેથી પાછી ખરીદી લીધી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે રોબર્ટ અને પ્રિયંકા ગાંધીનું નામ આરોપી તરીકે નથી. પરંતુ થમ્પી અને વાડ્રા વચ્ચેના સંબંધને બતાવવા માટે જમીનની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








