નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઈન્ડિયન પિનલ કોડ(IPC)માં જે પ્રકારે કલમોની જોગવાઈ છે અને તે માટેના જે માપદંડો છે તે સમજવા એટલા સરળ નથી. કેમ કે એક જ કેસને લઈ જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) અલગ નિષ્કર્ષ પર આવે ત્યારે આ સવાલ થાય છે. કલમ 498-A પત્નીના પતિ કે સાસરિયાં સામે શારીરિક માનસિક ત્રાસ માટેની કલમ છે. પણ ક્યારેક આવા કેસોમાં જે અર્થઘટન કરવામાં આવે છે તે ખરેખર કેટલું સાચું છે તે સુપ્રિમ કોર્ટમાં થયેલી એક સુનાવણી દ્વારા સ્પષ્ટ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટક હાઈકોર્ટે (karnataka high court) પત્નીને શારીરિક માનસિક ત્રાસની કલમ 498-A મુજબ એક કેસની સુનાવણી કરી હતી. જેમાં મહિલાનો આરોપ હતો કે, તેની ભાભીએ મહિલા સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો તથા તેના અંગત સામાનને ડસ્ટબિનમાં ફેંકી દીધો હતો. એટલે કે તેણીને તેની ભાભીએ શારિરીક માનસિક ત્રાસ આપ્યા હોવાની મહિલાની રજૂઆત હતી. કર્ણાટક હાઈકોર્ટે આ બાબતે મહિલા આરોપી સામે ફોજદારી પગલાં લેવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આ ચુકાદાને આરોપી મહિલાએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી કરતાં જસ્ટીસ રાજીવ ખન્નાની અધ્યક્ષાવાળી ખંડપીઠે કહ્યું કે, સાંસારિયામાં છોકરી સાથેના થોડા ખરાબ વર્તનને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં.
વધુમાં સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, ફરિયાદીના લગ્નજીવનમાં દખલગીરીના ફિઝિકલ પુરાવા વિના આરોપીને IPCની કલમ 498A હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. જો કે કોર્ટે એમ પણ નોંધ્યું કે આરોપી મહિલા તેની ભાભી સાથે એક જ ઘરમાં રહેતી પણ ન હતી. તે વિદેશમાં રહેતી હતી અને ક્યારેક જ વતનમાં આવતી હતી.
આ સાથે કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, અમે અપીલકર્તાઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરીએ છીએ. જો કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે પુરાવાના રેકોર્ડિંગ દરમિયાન જો કોઈ સામગ્રી રેકોર્ડ પર આવે છે તો તે ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








