નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ GETCO દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ પરીક્ષા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં રહી. એક તરફ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં બીજી તરફ ભરતી અચાનક રદ પણ થઈ ગઈ. એકાએક ભરતી રદ થઈ જતા ઉમેદવારોએ GETCO સામે વિરોધ પ્રદર્શન કર્યું. અંતે GETCOએ ઉમેદવારોના વિરોધ અને માગ સામે ઝૂકવું પડ્યું છે. અને લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય રદ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ચ 2023માં GETCOએ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલની ભરતી બહાર પાડી હતી. ભરતી પ્રક્રિયાના નિયમોનુસાર સૌથી પહેલા ઉમેદવારોનો પોલ ટેસ્ટ ત્યારબાદ લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી. પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું હતું. પરિણામ બાદ મેરીટ લિસ્ટમાં સ્થાન પામનાર ઉમેદવારોનું મેડિકલ પણ કરવામાં આવ્યું. ટૂંકમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ અને હવે ઉમેદવારો માત્ર નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક GETCOએ પોલ ટેસ્ટમાં ગેરરીતી થઈ હોવાનું કારણ આપી આખી ભરતી રદ કરી નાખી. આ રીતે અચાનક ભરતી રદ થઈ જતાં 1224 જેટલા ઉમેદવારોએ GETCO સામે વિરોધ નોંધાવ્યો અને અધિકારી કર્મચારીઓની લાપરવાહી બદલ ઉમેદવારો શા માટે પરિણામ ભોગવે તેવી રજૂઆત કરી. જો કે શરૂઆતમાં GETCO દ્વારા કોઈ હકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પણ ઉમેદવારોના આકરા વિરોધ સામે GETCOએ પોલ ટેસ્ટમાં જવાબદાર અધિકારી કર્મચારીઑ પર કાર્યવાહી કરી અને GETCOના કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા.
જો કે કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માત્રથી ઉમેદવારોની માગ સંતોષાઈ જતી નથી. બાદમાં GETCOએ ભરતી પ્રક્રિયા ફરીથી યોજવાનો નિર્ણય કર્યો હતો. આ બાબતે પણ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોના આકરા વિરોધ સામે આખરે GETCOએ નમતું ઝોખવું પડ્યું અને ફરીથી લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય રદ કર્યો હતો. એટલે કે ઉમેદવારોએ હવે માત્ર પોલ ટેસ્ટ જ આપવાનો રહેશે. જે ઉમેદવારે લેખિત પરીક્ષા પાસ કરી છે તેમણે હવે ફરીથી પરીક્ષા આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. GETCOએ કરેલા નિર્ણયથી આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલના ઉમેદવારોમાં સંતોષ અને ખુશીની લહેર જોવા મળી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796