પ્રશાંત દયાળ (ભાગ-47 દીવાલ) : રાતના 11 વાગી રહ્યા હતા, માનસીક રીતે થાકી ગયેલા લોકઅપ Lockup માં સુઈ ગયા હતા. જો કે એક માત્ર મહંમદ Muhammad આડો પડી કઈક વિચારી રહ્યો હતો. તેને હવે શું થઈ શકે તેનો પુરતો અંદાજ હતો. તેના ગણિત ક્યારેય ખોટા પડયા ન્હોતા, તેનું અનુમાન હતું કે હવે ડીસીપી DCP તેમની ધોલાઈ કરશે, પણ તેવું થયું ન્હોતુ. આવું કેવી રીતે બન્યુ તેવો વિચાર આવ્યો ત્યારે લોકઅપ Lockup નું તાળુ ખુલવાનો અવાજ આવ્યો. મહંમદે Muhammad ડોકી ઊંચી કરી, લોકઅપ Lockup ના દરવાજા તરફ જોયુ, 5-7 પોલીસવાળા ઊભા હતા, મહંમદે Muhammad તેમની સામે જોતા એક પોલીસવાળાએ બુમ પાડી ઉઠ જાઓ. સાબ બુલા રહે હૈ, મહંમદ Muhammad બેઠો થયો, તેણે આસપાસ જોયું તો તેના સિવાય બધા સુઈ રહ્યા હતા. તેણે બાજુમાં સુઈ રહેલા યુનુસ Yunus ને ઢંઢોળ્યો ચલ ભાઈ ઉઠ જાઓ બુલાવા આયા હૈ.
યુનુસ Yunus આંખ ચોળતો ઊભો થયો તેને પહેલા તો કઈ ખબર પડી નહીં, મહંમદે Muhammad દરવાજા તરફ ઈશારો કર્યો તેણે તે તરફ જોયું, તેણે પોલીસવાળાને જોતા તે એકદમ બેઠો થઈ ગયો. તેણે બધાને ઉઠાડયા, બધા ઊભા થયા અને લોકઅપ Lockup ની બહાર નિકળ્યા, જેવા બધા બહાર આવ્યા દરેકને પોલીસવાળાએ કમરમાંથી પેન્ટમાં હાથ નાખી પકડયા, મહંમદે Muhammad પોતાને આ રીતે પકડયો તે જરા પણ પસંદ પડયુ નહીં, તે ક્રિમીનલ લોયર Criminal Lawyer હોવાને કારણે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડે છે તે જોયું હતું. જો કે ત્યારે અંદાજ ન્હોતો કે એક દિવસ પોલીસ પણ આપણને આ રીતે પકડશે પણ આ સમય પોતાની નારાજગી બતાડવાનો ન્હોતો. પોલીસવાળા બધાને લાઈનમાં લઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના કેમ્પસમાં આગળની ભાગે લઈ આવી, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની બહાર અંધારૂ હતું, પણ કેમ્પસમાં મોટી એલોઝન અંધારાનો અંદાજ થવા દેતી ન્હોતી.
કેમ્પસની વચ્ચો વચ એક બેંચ એટલે બાકડો પડયો હતો, તેની આસપાસ 10 બાર પોલીસવાળા લાઠી લઈ ફરી રહ્યા હતા, જેવા તેઓ ત્યાં પહોંચ્યા તેની સાથે એક પોલીસવાળો દોડતો ડીસીપી DCP ની ચેમ્બરમાં ગયો અને તરત પાછો આવ્યો, તેની પાછળ જ ડીસીપી સિન્હા DCP Sinha અને ઈન્સપેકટર હાથમાં લાઠી સાથે બહાર આવ્યા. ડીસીપી DCP એ પહેલા બધા સામે જોયું મહંમદ Muhammad ને બાદ કરતા બધાએ પોતાની નજર નીચી કરી લીધી. મહંમદ Muhammad એકલો જ ડીસીપી DCP સામે જોઈ રહ્યો હતો. સિન્હા Sinha એ કહ્યું વકિલ સાબ પ્યાર મહોબ્બત કા વક્ત ખતમ હુવા, આખરી મૌકા દેતા હું બતાના હૈ તો બતાદો વરના આપ સમજતે હો વહી ભાષા મેં બાત હોંગી, મહંમદે Muhammad કહ્યું સર હમ આપકો પહેલી ભી બતા ચુકે હૈ, હમ કુછ નહીં જાનતે, હમ પહેલી કભી ઈસ શહર મેં આયે ભી નહીં. બ્લાસ્ટ Blast કે સાથ કોઈ વાસ્તા નહીં. વાક્ય પુરૂ થતાં ડીસીપી DCP એ કહ્યું જાડેજા Jadeja ઈસે બેંચ પે લેટાઓ, તરત 4 પોલીસવાળા આગળ વધ્યા મહંમદ Muhammad ને પકડી છાતી સરસો બેંચ ઉપર સુવાડયો, બેંચની બંન્ને તરફ રહેલા પોલીસવાળાએ મહંમદ Muhammad ના હાથ પકડી લીધા.
એક પોલીસવાળો મહંમદ Muhammad ની કમર ઉપર ઉભઠક બેઠો જ્યારે તેને લાઠી પડે ત્યારે તેનું ઉછળતુ શરીરને તે કાબુમાં રાખી શકે, તેણે પોતાના બંન્ને હાથો વડે પગના પંજા ઉપરના ભાગને પકડી રાખ્યા, ડીસીપી DCP એ લાકડી ઊંચી કરતા બીજા પોલીસવાળા થોડા દુર હટી ગયા અને પહેલી લાઠી મહંમદ Muhammad ના પગની પાનીમાં પડી તેની સાથે તેના મોંઢામાંથી એક ચીસ નિકળી ગઈ, પણ પછીની લાઠીનો અવાજ આવતો પણ મહંમદે Muhammad પોતાના દર્દ ઉપર કાબુ કરી લીધો હતો, તેણે જોરથી પોતાની આંખો બંધ કરી માર સહન કરવાની તૈયારી કરી લીધી હતી. ડીસીપી સિન્હા DCP Sinha એ લગભગ પચ્ચીસ લાઠીઓ મારી હતી તે પરસેવે રેબઝેબ થઈ ગયા અ હાંફી પણ ગયા હતા.
તે મહંમદ Muhammad ના માથા પાસે આવ્યા તેમણે મહંમદ Muhammad ના માથાના વાળ પકડી ખેંચ્યા તેના કારણે તેનું માથું ઊંચુ થયું, સિન્હા Sinha એ પુછયું, મહંમદ Muhammad બોલો ક્યા કહના હૈ, મહંમદ Muhammad ની શકિત હણાઈ ગઈ હતી, છતાં તેણે તાકાત એકઠી કરી કહ્યું સર હમ કુછ નહીં જાનતે, સિન્હા Sinha એ જાડેજા Jadeja સામે જોયું અને તે પણ તુટી પડયા પણ મહંમદ Muhammad કઈ બોલ્યો નહીં, ડીસીપી DCP એ તેને ઊભો કરવાનો ઈશારો કર્યો, પોલીસવાળાએ મહંમદ Muhammad ને ઊભો કર્યો અને તેને હાથ પકડી ચલાવવા લાગ્યા, આવુ કરવાનું કારણ એવું હતું કે લાઠીના મારને કારણે પગના તળીયામાં લોહી જામી જાય નહીં અને તળીયામાં મારવાનું કારણ એવું હતું કે ત્યાં કયારેય સોળ પડતા નથી. મહંમદ Muhammad પછી હવે યુનુસ Yunus ને વારો હતો, તેને બેંચ ઉપર સુવાડયો અને પોલીસવાળા તેને મારવા લાગ્યા તે ચીસો પાડતો રહ્યો, પણ તેણે પણ મોંઢુ ખોલ્યુ નહીં ડીસીપી DCP બાકીના લોકોના ચહેરાનો અભ્યાસ કરી રહ્યા હતા.
તેમને ખબર પડી ગઈ હતી કે સૌથી નબળી કડી ચાંદ Chand અને દાનીશ Danis છે, તેઓ ડરેલા હતા પણ હજી તેમને વારો આવ્યો ન્હોતો. હવે અબુ Abu અને ત્યાર બાદ રીયાઝ Riyazનો વારો આવ્યો. તેઓ પણ પોલીસનો માર સહન કરી ગયા, પણ તેઓ કઈ બોલ્યા નહીં. હવે ચાંદ Chand અને દાનીશ Danis નો વારો આવ્યો, ચાંદ Chand તો રીતસર રડવા લાગ્યો તેણે ડીસીપી DCP ને હાથ જોડતા કહ્યું સાબ હમ પે ભરોસા કરો, હમે કુછ પતા નહીં, ડીસીપી DCP એ કહ્યું ભરોસા તો કરતા નહીં ઈસી લીયે પુછ રહા હું, અને પછી ચાંદ Chand ને બેંચ ઉપર સુવાડયો અને તેને ખુબ માર્યો તે પણ રડતો રહ્યો પણ માર ખાઈને કઈ બોલ્યો નહીં. દાનીશે Danis પણ પોતાના આગળના 5 સાથીઓ જેવું જ કર્યુ પોલીસ તેમને મારી મારીને થાકી ગઈ, પણ એક શબ્દ કબુલ કરાવી શકી નહીં.
ત્યારે ડીસીપી DCP ને કહ્યું જાડેજા Jadeja પરવેઝ Pervez કો લાઓ, એક પોલીસવાળો જઈ પરવેઝ Pervez ને લઈ આવ્યો જાડેજા Jadeja ને લાગ્યું કે હવે પરવેઝ Pervez ને માર પડશે, પણ પરવેઝ Pervez આવતા ડીસીપી DCP એ પરવેઝ Pervez ના ખભા ઉપર હાથ મુકતા કહ્યું બેટા સામને દેખો, પરવેઝે Pervez સામે ઊભા રહેલા મહંમદ Muhammad અને તેના સાથીઓ તરફ જોયુ, સિન્હા Sinha એ ફરી તેને પુછયું બેટા બતાઓ આપકી દુકાનમે ઈન મે સે કૌન સીમકાર્ડ લેને આયા થા, પરવેઝ Pervez તેમના ચહેરા તરફ જોવા લાગ્યો તે ક્યારેક ડીસીપી DCP સામે જોતો તો કયારેક આતંકીઓ સામે જોતો હતો, ચાંદ Chand ની નજર નીચી થઈ ગઈ, પરવેઝે Pervez તેની સામે જોયું અને ડીસીપી DCP ને ધીમા અવાજે કહ્યું વો તીસરે નંબર કા હૈ… વહ, ડીસીપી DCP એ જોયું પરવેઝ Pervez ચાંદ Chand ની વાત કરી રહ્યો હતો, ડીસીપી DCP એ જાડેજા Jadeja ને કહ્યું ચાંદ કો છોડકર સભી કો લોકઅપ Lockup મેં રખ દો, ચાંદ એકલો વચ્ચે ઊભો રહ્યો તેના પાંચ સાથીઓને પોલીસ લોકઅપ Lockup માં મુકી આવી, ચાંદ Chand ને લાગ્યું કે હવે તેને માર પડશે, પણ ડીસીપી DCP મેન્ટલ ગેમ રમી રહ્યા હતા. તેમણે જાડેજા Jadeja ને કહ્યું ચાંદ Chand કો અલગ લોકઅપ Lockup મે રખો, જાડેજા Jadeja એ તેની પણ વ્યવસ્થા કરી, સિન્હા Sinha એ પરવેઝ Pervez નો આભાર માન્યો અને જાડેજા Jadeja ને કહ્યું પરવેઝ Pervez કો અબ લોકઅપ Lockup મેં નહીં આપકી ઓફિસ મેં રખના, ઉસકી દુકાન કઈ દિનો સે બંધ હૈ, ઉસકે ઘર કલ 10 હજાર રૂપિયા ભીજવા દો, બાકીકી બાત હમ સુબહ મેં કરેગેં. ચાંદ Chand અપને સાથીઓને મીલે ઔર બાત કરે નહીં ઉસકા ધ્યાન રખના. એટલુ કહી સિન્હા Sinha ઘરે જવા માટે નિકળ્યા, જાડેજા Jadeja વિચાર કરી રહ્યા હતા, ડીસીપી DCP કઈ દિશામાં કેવી રીતે તપાસ કરી રહ્યા છે તેની તેમને કઈ જ ખબર પડતી ન્હોતી.
(ક્રમશ:)
PART – 46 | લોકઅપ બહાર રહેલો જવાન થોડી થોડી વારે અંદર નજર કરતો યુનુસ ને તેની નજર પસંદ પડતી ન્હોતી
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









