Wednesday, April 22, 2026
HomeGujaratવલસાડ: દારૂના કેસમાં આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા ASIએ એક લાખ...

વલસાડ: દારૂના કેસમાં આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા ASIએ એક લાખ માંગ્યા

- Advertisement -

નવજીવન વલસાડ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ દારૂ પકડાવાની ઘટના સામે આવતી હોય છે. તો અનેક જગ્યાએ બુટલેગર અને પોલીસની જુગલબંધી સામે આવતી હોય છે. ત્યારે આજ પ્રકારની ઘટના વલસાડમાં સામે આવી છે. વસલાડ રૂલર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈએ દારૂના કેસમાં એક લાખની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરીયાદીના મિત્રની દારૂના કેસમાં વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ પાસાની કાર્યવાહી નહીં કરવા માટે વસલાડ રૂલર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ સતીષ સયાજીભાઇ સોમવંશીએ ફરિયાદી સાથે  ફોન ઉપર વાતચીત કરી પહેલા ૧,૦૦,૦૦૦/- રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી જોડે રકજક કરીને 50,000 રૂપિયાની માંગણી કરી હતી.

- Advertisement -





ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.માં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.એ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. છટકા દરમિયાન એ.એસ.આઈ સતીષ સયાજીભાઇ સોમવંશીએ ફરિયાદીને લાંચની રકમ રામસીંગ જયરામ પાટીલ (ખાનગી વ્યક્તિ)ને આપવા જણાવ્યુ હતુ. એ.સી.બી.એ એ.એસ.આઈ વતી લાંચ લેવા આવેલા ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular