Friday, April 17, 2026
HomeGujaratઅંધશ્રદ્ધામાં વધુ એકવાર પરિવારે ગુમાવી પોતાની માસૂમ દીકરી, જાણો ક્યાંનો છે મામલો

અંધશ્રદ્ધામાં વધુ એકવાર પરિવારે ગુમાવી પોતાની માસૂમ દીકરી, જાણો ક્યાંનો છે મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદ: જ્યારે આપણાં પ્રધાનમંત્રી દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો કરી રહ્યા હોય, તે સમયે દેશના જ અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધાના (superstition) કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરીથી દાહોદમાં (Dahod) સામે આવ્યો છે. એમ બાળકીને હોસ્પીટલમાં સારવાર કરવાને બદલે તેના માતા-પિતા ભુવા (Bhuva) પાસે લઈ ગયા હતા. જેના કારણે બાળકીનું અકાળે મૃત્યુ થયું છે. જો આ બાળકીને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવી હોત તો બાળકીનો જીવ બચી શક્યો હોત.

આ પણ વાંચો : ભૂવાએ એવી સારવાર કરી કે મહિલાને મળ્યું મોત, રાજકોટમાં અંધશ્રધ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે

- Advertisement -

બનાવ વિગત એવી છે કે, દાહોદ જિલ્લાના દેવગઢબારિયના ડાંગરિયા ગામ ખાતે ત્રણ દિવસ અગાઉ 10 વર્ષીય બાળકી સાંજના સમયે વાડીમાં રમી રહી હતી. તે દરમિયાન વાડીમાંથી ઝેરી સાપે બાળકીને ડંખ માર્યો હતો. જેના કારણે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકીને સાપે ડંખ માર્યો હોવાનું જણાવતાં પરિવાર બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ગામમાં આવેલા ભૂવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ બાળકીને સારું થઈ જશે તેવું પરિવારને આશ્વાસન આપી વિધિ કરી હતી. જોકે બે દિવસથી સુધી બાળકીની તબિયતમાં કોઈ ફરક ન પડતા પરિવારે ભૂવા પાસેથી બાળકીને દેવગઢબારિયાની હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ટૂંકી સારવાર દરમિયાન આજે બાળકીનું મૃત્યુ થયું હતું.

બાળકીના મૃત્યુ બાદ પરિવારે સ્વીકાર્યું હતું કે, હોસ્પિટલ લઈ ગયા હોત તો આજે બાળકી જીવતી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડ સમય પહેલા દાહોદના કવાંટમાં સગીર બાળકીની વિધિ કરીશું અને ત્યાર બાદ જ્યાં તે પગ મૂકશે ત્યાં કરોડો રૂપિયા નીકળશે. તેવી અંધશ્રદ્ધામાં આવી પાડોશીએ સગીરાનું અપહરણ કરી વિધિ કરાવી હતી. જ્યાં વિધિ બહાને પાખંડી ભૂવાએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જોકે સમ્રગ મામલો સામે આવતા પોલીસે તમામની ધરપકડ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular