Sunday, September 6, 2026
HomeGeneralગીર સોમનાથ SOGએ ગાંજાનો જથ્થો ઝડપ્યો, અમદાવાદ કનેક્શન સામે આવ્યું

ગીર સોમનાથ SOGએ ગાંજાનો જથ્થો ઝડપ્યો, અમદાવાદ કનેક્શન સામે આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ Gir Somnath News: ગુજરાતમાં દારૂની સાથે હવે નશીલા પદાર્થોનો પણ વેપલો ધમધમી રહ્યો છે. જોકે પોલીસ અને એજન્સીઓ પણ ડ્રગ્સ, ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો (Narcotics) કારોબાર અટાકવા માટે કામગીરી કરી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ SOGએ (Gir Somnath SOG) ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. આ ગાંજાના (Ganja) જથ્થામાં અમદાવાદનું (Ahmedabad) કનેક્શન પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગીર સોમનાથ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI ઇબ્રાહીમશા બાનવા તથા હેડ કોન્સટેબલ સુભાષ ચાવડાને ગાંજાના જથ્થા અંગે સયુંકત બાતમી મળી હતી. બાતમીના આધારે તાલાળા સાસણ રોડ પર આવેલા ઇન્ડીયન પેટ્રોલપંપ પાસેથી GJ08 AV 0260 નંબરની રિક્ષાને અટકાવીને તલાસી લેતા ડ્રાયવર સીટ નીચેના ભાગેથી કાળા કલરના પ્લાસ્ટીકની થેલીમાંથી ગાંજો મળી આવ્યો હતો.

- Advertisement -

રીક્ષામાંથી ગાંજો મળી આવતા પોલીસ દ્વારા FSLની ટીમને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર આવીને FSLની ટીમે નશીલા પદાર્થની ચકાસણી કરતાં ગાંજાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રીક્ષામાંથી કુલ 1800 ગ્રામનો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂપિયા 18000 જેટલી થાય છે. પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ રૂ.૮૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને સલીમ ઉર્ફે મેરુ કાસમભાઇ દલ અને સતાર મહમદ દોમાનને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીને ગાંજાનો જથ્થો અમદાવાદના સલાટનગરમાં રહેતી મદીનાબીબીએ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ત્રણયે આરોપીઓ વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદમાં મદીનાબીબી NDPSના બે ગુન્હાઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગીરસોમનાથ SOGએ મદીનાબીબીને પકડી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular