નવજીવન ન્યૂઝ. રાજકોટઃ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદ રેખા જ્યારે કોઈ ઓળંગે ત્યારે પરિણામ ખરાબ આવતું હોય છે. અંધશ્રધ્ધાના (superstition) કારણે અનેક પરિવારના માળા વીખાઇ ગયા હોવાની ઘટના અગાઉ પ્રકાશમાં આવી છે. તેમ છતાં મુશ્કેલીના સમાધાન માટે લોકો ભુવા પાસે પહોંચતા હોય છે અને પરિણામ માઠું આવતું હોય છે. ત્યારે આવો જ બનાવ રાજકોટમાં (Rajkot) સામે આવ્યો છે. જ્યાં પત્નીએ ઝેરી દવા પી લેતા તેને ડોક્ટર પાસે લઈ જઈને સારવાર કરાવાના બદલામાં પતિએ ભુવા (Bhuva) પાસે લઈ જવાનું યોગ્ય સમજ્યું હતું. જોકે ભુવાના ભરોશે પત્ની ગુમાવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના કુવાડવા રોડ પર આવેલા કુચીયાદડ ગામમાં રહેતા 40 વર્ષીય જયાબેન ઝખાણીયાનો પુત્ર ગુમ થઈ ગયો હતો. જોકે ગુમ થયેલો પુત્ર મળી આવતા તેની માનતા પુરી કરવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે જયાબેનને પગમાં પીડા થતાં પતિ-પત્ની વચ્ચે માથાકુટ થઈ હતી. જેના કારણે જયાબેનને માઠું લાગી જતાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
પત્નીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબીએ જયાબેનને મૃત જાહેર કર્યા હતા. આ બાબતની જાણ એરપોર્ટ પોલીસ સ્ટેશને (Rajkot Police) કરવામાં આવતા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દંપતીના લગ્નજીવન દરમિયાન 4 પુત્ર અને 2 પુત્રી છે. જેમાંથી મોટો પુત્ર ઘરેથી ગુમ થઈ ગયો હતો.
જોકે દિકરો ઘરે પરત ફરતા જયાબેન પુત્રની માનતા પુરી કરવા માટે ગયા હતા. જ્યાં તેમને પગમાં દુખાવો ઉપડતા પતિને જાણ કરી હતી. જોકે પતિએ આવી માનતા નહીં રાખવા બાબતે ઠપકો આપ્યો હતો. જેનું જયાબેનને માઠું લાગી જતા ઝેરી દવા પી લીધી હતી. જયાબેનને દવા પી લેતા પતિ હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ ગયો હતો. ભૂવાએ ભભૂતિ અને દાણા આપીને દંપતીને ઘરે પરત મોકલી દીધા હતા. જોકે ઘરે આવ્યાના બીજી દિવસે જયાબેનની તબિયત લથડતાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યુ હતું. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796