Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadતમારી સોસાયટીમાં પણ આવે છે લારી અને ફેરિયાવાળા તો ચેતી જજો, જાણો...

તમારી સોસાયટીમાં પણ આવે છે લારી અને ફેરિયાવાળા તો ચેતી જજો, જાણો ચોરોનો નવો કિમયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) ચોર ટોળકીના નવા કિમયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે આ ચોર ટોળકી (Thief Gang) અંગે પોલીસને (Ahmedabad Police) માહિતી મળતા જ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. આ ટોળકી શહેરની જુદી-જુદી સોસાયટીમાં શાકભાજી/ફ્રુટની લારીઓ લઈને ઘરની રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ ઝોન 1 LCBની ટીમ પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન ટીમને માહિતી મળી હતી કે, શહેરના નારણપુરા વિસ્તારમાં જીવનદીપ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાંથી રૂપિયા 12.50 લાખની ચોરી કરનારી ટોળકીના માણસો નીકળવાના છે. માહિતીના આધારે પોલીસે બંધ મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી કરનારા આરોપી ધર્મેશ ઉર્ફે જુગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયો દાતણીયાને દબોચી પાડ્યા હતા.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ શહેરની જુદી-જુદી સોસાયટીઓમાં ફ્રુટ/શાકભાજીઓની લારીઓ લઈને ફરતા હતા. જે ઘર બે-ત્રણ દિવસોથી બંધ હોય તેની રેકી કરતાં હતા. આરોપીઓ બંધ મકાનોની માહિતી મેળવીને રાત્રીના અંધારામાં બંધ ઘરના તાળા તોડી ચોરી કરવા માટે પહોંચી જતાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ધર્મેશ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં, વિજય સામે નવરંગપુરા, પાલડી, સાબરમી, ઘાટલોડીયા, આનંદનગર, વાસણા, વાડજ પોલીસ સ્ટેશનમાં અને આરોપી જયેશ સામે સેટેલાઈટ, ઘાટલોડીયા અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ અગાઉ નોંધાઈ ચુકી છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓએ વધુ કેટલા બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપી છે તે અંગે પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular