જો ભાવ ૬૫ ડોલર નીચે જાય તો ઓઈલ કંપનીઓના ઉત્પાદનમાંથી નફો શબ્દ નીકળી જશે
ઈઆઈએ એ તેની ૨૦૨૫ની સરેરાશ ભાવ ધારણા ૭૦.૬૮ ડોલરથી ઘટાડીને હવે ૬૩.૮૮ ડોલર મૂકી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આપણને એ ખબર નથી કે ક્રુડ ઓઈલની(Crude Oil) માંગ ક્યારે અને કેટલી નીકળશે, તે નક્કી કરવાની સ્થિતિમાં પણ અત્યારે આપણે નથી. જો કે ગત આખું સપ્તાહ ક્રુડ ઓઈલ બજારમાં સતત ગોકીરો થયો હતો. ટ્રમ્પ (Trump) એકજ વાતે રટણ કરી રહ્યા છે “ડ્રીલ બેબી ડ્રીલ.” તેમણે સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારથી, રાષ્ટ્રીય ઉર્જા ક્ષેત્રે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. તેમણે રાજકીય બિછાત જ એવી ગોઠવી છે કે દરેક ઉત્પાદક કંપની બસ ઉત્પાદન વધારવાની મુહીમમાં જોડાઈ જાય. ટ્રમ્પએ તેમનાં અધિકારીઓને એવી સૂચના આપી છે કે અમેરિકાન ઉદ્યોગો મજબુત થાય, તે માટે જે કાઈ કરવાનું હોય તે કરી છૂટે.
એક ક્રુડ ઓઈલ એનાલીસ્ટે કહ્યું કે અમેરિકામાં શું બની રહ્યું છે, તેના પર આપણે સતત નજર રાખવી પડશે. તેમણે કહ્યું કે અત્યારે તો ક્રુડ ઓઈલ બજારમાં કોઈ મોટી ઘટના નાં બને ત્યાં સુધી ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેશે. બસ અત્યારે તો બધા એકજ દુવિધામાં છે કે ડબ્લ્યુટીઆઈ અમેરિકન વાયદો ૯ એપ્રિલે ૫૫.૧૩ ડોલર પ્રતિ બેરલની, ફેબ્રુઆરી ૨૦૨૧ પછીની બોટમ બનાવવા અગ્રેસર નાં થઇ જાય. ટ્રમ્પએ સત્તાના સુત્રો સંભાળ્યા તે દિવસે (૨૦ જાન્યુઆરી ૨૦૨૫) વાયદો ૭૮ ડોલર હતો. બ્રેન્ટ ક્રુડ ઓઈલ વાયદો શુક્રવારે ૬૪.૭૬ ડોલર બંધ થયો તે અગાઉ, બુધવારે એપ્રિલ ૨૦૨૧ની બોટમ ૫૮.૪૪ ડોલર ટચ કરી ગયો હતો.
જો ભાવ ૬૫ ડોલરની અંદર લુડકી જશે તો અમેરિકાની અનેક ઓઈલ કંપનીઓના ઉત્પાદનમાંથી નફો શબ્દ નીકળી જશે. જાગતિક વેપાર નીતિ અને ઓપેક દ્વારા વધારવામાં આવી રહેલા ઉત્પાદનને ધ્યાને લઇ અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસ્ટ્રેશ (ઈઆઈએ)ને તેની ૨૦૨૫ની અગાઉની સરેરાશ ભાવ ધારણા ૭૦.૬૮ ડોલરથી ઘટાડીને હવે ૬૩.૮૮ ડોલર મૂકી છે. ઈઆઈએ એ ગત સપ્તાહે કહ્યું હતું કે અલબત્ત, ૨૦૨૫ની જાગતિક ક્રુડ ઓઈલ વપરાશ વૃદ્ધિ દૈનિક સરેરાશ અગાઉ ૪ લાખ બેરલ ગણવામાં આવતી હતી તે વધારીને હવે ૯ લાખ બેરલ કરવામાં આવી છે.
જો અમેરિકન વાયદો ૬૦ની નીચે જઈને ટકી જાય તો સમજી લેવું કે રીગ કાઉન્ટ (ઉત્પાદન કરતા કુવાની સંખ્યા) નિશ્ચિત પણે ઘટવાનાં છે. આ તબક્કે ઓપેક દેશો પણ બજાર હિસ્સો વધારવા જબરાઈ કરશે, પરિણામે અમેરિકા માટે આ બેલ મુજે માર જેવી સ્થિતિ સર્જાશે. માર્ચ અંતે અમેરિકન રીગ કાઉન્ટ ૫૦૬ હતા, જે ૨૦૧૮માં આ દાયકાના સૌથી વધુ તેલ કુવા ઉત્પાદનમાં લાગ્યા હતા, આમ ૨૦૧૮ કરતા માર્ચમાં સૌથી વધુ ૩૮૨ કુવા ઓછા થયા હતા. જો ડબલ્યુટીઆઈ વાયદો ૫૦ ડોલરની સપાટીએ ટકી જાય તો રીગ કાઉન્ટ ૧૦થી ૨૦ ટકા જ ઘટશે. પણ જો ભાવ ૫૦ ડોલર કરતા નીચે જશે તો, એનાલીસ્ટ કહે છે કે રીગ કાઉન્ટમાં ૫૦ ટકાનું ગાબડું પડી જાય તો અમને આશ્ચર્ય નહિ થાય.
ઈઆઈએ તેના ગત સપ્તાહના પેટ્રોલીયમ સ્ટેટસ રીપોર્ટ, જે ૯ એપ્રિલે રજુ થયો હતો તેમાં કહે છે કે અમેરિકન કમર્સિયલ ક્રુડ ઓઈલનો સ્ટોક, સ્ટ્રેટેજીક પેટ્રોલીયમ રીઝર્વ (એસપીઆર)ને બાદ કરતા, ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધીના સપ્તાહમાં ૨૬ લાખ બેરલ વધ્યો હતો. આનો અર્થ એ થાય કે એસપીઆર સિવાયનો સ્ટોક ૨૮ માર્ચે ૨૩૯૮ લાખ બેરલ હતો તે ૪ એપ્રિલે વધીને ૪૪૨૩ લાખ બેરલ થયો હતો. પાંચ એપ્રિલ ૨૦૨૪એ આ સ્ટોક ૨૫૭૩ લાખ બેરલ હતો. ટ્રેડરો અને એનાલીસ્ટો કહે છે કે ઈરાન પર અમેરિકા વધુ વેપાર નિયંત્રણો લાદે અને વપરાશકાર દેશો સપ્લાયથી વંચિત થઇ જાય તે પહેલા ચીને માર્ચમા જ ઓલ ટાઈમ હાઈ દૈનિક સરેરાશ ૧૮ લાખ બેરલ જબ્બર જથ્થામાં ક્રુડ તેલની ઈરાનથી આયાત કરી હતી. માર્ચમાં ચીને સી બોર્ન ક્રુડ ઓઈલની આયાત ૧૬ ટકા વધારી હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796