Thursday, April 24, 2025
HomeGujaratAhmedabadકુમુદિની લાખિયાનું અવસાન : કથકની આગવી અનુભૂતિ હવે માત્ર સ્મૃતિરૂપે

કુમુદિની લાખિયાનું અવસાન : કથકની આગવી અનુભૂતિ હવે માત્ર સ્મૃતિરૂપે

- Advertisement -

ભાવના પારેખ : ભારતીય શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રે અમિટ છાપ છોડનારાં પ્રખર નૃત્યાંગના કુમુદિની લાખિયાનું (Kumudini Lakhia) 12 એપ્રિલના રોજ અવસાન થયું છે. સમગ્ર શાસ્ત્રીય નૃત્યની દુનિયામાં તેમની મોટી ખોટ પડશે, તેઓ 94 વર્ષના હતાં. કુમુદિની લાખિયા ભારતીય સાંસ્કૃતિક જીવંત વારસા સમાન હતાં. તેમનું જીવનકાર્ય કથક નૃત્યને (Kathak Dance) આધુનિક અભિવ્યક્તિ અને વૈશ્વિક ઓળખ આપવાનો સંકલ્પ હતો.

કુમુદિની લાખિયાનો જન્મ 1930માં મુંબઈમાં થયો હતો. તેમણે નાની વયથી નૃત્ય પ્રત્યે ઝુકાવ હતો અને તેમનાં શિક્ષણની શરૂઆત ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાગત શાળામાં થઈ. વિશેષ કરીને કથકમાં તેમની ઋજુતા અને અભિવ્યક્તિ શક્તિએ ઝડપથી તેમને એક આગવી ઓળખ અપાવી. કુમુદિની લાખિયાને નવી દિલ્હી ખાતેના ભારતીય કલા કેન્દ્રના શંભુ મહારાજના માર્ગદર્શન અંતર્ગત નૃત્યની વિશેષ તાલીમ પ્રાપ્ત કરી હતી. સાથે તેઓને કારકિર્દીના શરૂઆતમાં જ બિરજુ મહારાજ જેવા દિગ્ગજો સાથે સ્ટેજ પર પર્ફોમ કરવાની તક મળી હતી. બેંગ્લોરના નૃત્ય-ગુરુ કૃષ્ણરાવ પાસેથી તેમણે ભારતનાટ્યમ્ શૈલીની પણ તાલીમ લીધી હતી.

- Advertisement -

1967માં કુમુદિની લાખિયાએ અમદાવાદમાં Kadamb Centre for Dance and Musicની સ્થાપના કરી હતી. આ સંસ્થાના માધ્યમથી તેમણે એક આખી નવી પેઢીને તૈયાર કરી. કદંબ એટલી વિકસી કે આજે તેના નેજા હેઠળ દેશ-વિદેશમાં નૃત્યની તાલીમ લેવાય છે. તેમણે કથક દ્વારા સમાજમાં મહિલાઓનો સંઘર્ષ અને આધુનિક જીવનની જટિલ લાગણીઓને પણ વ્યક્ત કરી હતી

જગતવિખ્યાત નૃત્યાંગના તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કથકને પ્રસ્થાપિત કર્યું. અમેરિકા, યુરોપ અને જાપાન સહિત અનેક દેશોમાં તેમણે પર્ફોમન્સ આપ્યું હતું અને ભારતીય નૃત્યને વૈશ્વિક મંચ પર સ્થાન અપાવ્યું.

તેમને અનેક પુરસ્કારો મળ્યાં હતાં. 1987માં તેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 2010માં તેઓ પદ્મભૂષણથી સન્માનિત થયાં હતાં. આ ઉપરાંત 1982માં તેઓને ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ અને ‘કાલિદાસ સન્માન’ પણ પ્રાપ્ત થયું હતું. આ વર્ષે તેઓને પદ્મવિભૂષણથી સન્માનિત થયાં હતાં.

- Advertisement -

તેમનાં અવસાનથી એક યુગની પૂર્ણાહૂતિ થઈ છે. તેમનો વારસો પ્રેરણા ને કથક માટેનો અઢળક પ્રેમ નવી પેઢીમાં જીવંત રહેશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular