નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi)ની સુરક્ષામાં ખામી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એક દિવસ પહેલા જ પાર્ટીના નેતા કેસી વેણુગોપાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ( Amit Shah)ને પત્ર લખીને સુરક્ષામાં ખામીની ફરિયાદ કરી હતી. હવે આ અંગે સેન્ટ્રલ રિઝર્વ સિક્યુરિટી ફોર્સ (CRPF)નો જવાબ આવ્યો છે. CRPFએ કહ્યું છે કે, “રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સનો ખુદ રાહુલ ગાંધીએ ભંગ કર્યો છે. રાહુલ ગાંધીને સમયાંતરે આ નિયમોના ભંગની જાણકારી આપવામાં આવી છે.”

CRPFએ કહ્યું કે, “રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધીમાં 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. દર વખતે તેમને આ અંગે જાણ કરવામાં આવી હતી. ભારત જોડો યાત્રાના દિલ્હી તબક્કામાં પણ તેમની સાથે આવેલા લોકોએ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને CRPF આ મુદ્દાને અલગથી સંભાળશે.”
સુરક્ષા દળના જણાવ્યા અનુસાર રાહુલ માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈ સંરક્ષિત વ્યક્તિની મુલાકાત થાય છે ત્યારે તેની સુરક્ષા માટેની તૈયારી સીઆરપીએફ દ્વારા રાજ્ય પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કરવામાં આવે છે. CRPFએ 24 ડિસેમ્બરે જ ભારત જોડો યાત્રાના દિલ્હી તબક્કાની તૈયારીઓ કરી હતી. તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને દિલ્હી પોલીસ દ્વારા જરૂરી બળ પૂરું પાડવામાં આવ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








