નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાની તબીયત નાદુરસ્ત થતાં મંગળવારની રાત્રે યુ. એન. મહેતા હોસ્પિટલ(U N Mehta Hospital Ahmedabad) માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે. ગઈકાલે તેમના બ્લડ રિપોર્ટ સહિત અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમના તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું સામે આવ્યું છે. હાલ યુ. એન. મહેતા હોસ્પિટલના છ એક્સપર્ટ ડોક્ટર અને અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને હીરાબાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીના માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ગઈકાલે મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ પ્રધાનમંત્રી પણ દિલ્હીથી માતાની ખબરઅંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. હાલ હીરાબાની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સતત ડોક્ટરોના નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે બીજીવાર હીરાબાના ખબરઅંતર પૂછવા જાણવા યુ. એન. મહેતા હોસ્પિટલે પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલે હોસ્પિટલમાંથી નીકળીને કહ્યુ હતું કે, બાની તબિયત ખૂબ જ સરસ છે. ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે. હીરાબાની તબિયત ખૂબ જ સરસ છે. ગઈકાલે પણ ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી હોસ્પિટલથી નીકળે ત્યાં સુધી રોકાયા હતા.
હીરાબાની સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. જોકે હીરાબાની હજી પણ એકાદ દિવસ હોસ્પિટલમાં ઓબ્સર્વેશનમાં રાખવામાં આવશે. યુ. એન. મહેતાનાં તબીબોના જણાવ્યા પ્રમાણે, હીરાબાના બ્લડ પ્રેશર, 2D Eco અને સીટી સ્કેન સહિતના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હાલ હીરાબાની તબિયત સ્થિર છે. તબીબોના જણાવ્યા અનુસાર હીરાબાને આગામી 24 કલાક માટે ઓબ્ઝર્વેશમાં રાખવામાં આવશે. યુ. એન. હોસ્પિટલ દ્વારા એક હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








