Wednesday, August 12, 2026
HomeInternationalપૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ રશિયા-યુક્રેન વચ્ચે થયેલા કરોડો ડોલરનો કાનૂની વિવાદ ઉકેલશે

પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ રશિયા-યુક્રેન વચ્ચે થયેલા કરોડો ડોલરનો કાનૂની વિવાદ ઉકેલશે

- Advertisement -

Former CJI DY Chandrachud Russia and Ukraine arbitrator : ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને એક મહત્વની આંતરરાષ્ટ્રીય જવાબદારી મળી છે. રશિયાએ યુક્રેન સાથેના કરોડો ડોલરના રોકાણ વિવાદમાં ચંદ્રચૂડને મધ્યસ્થી તરીકે પસંદ કર્યા છે. સમગ્ર વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બેંકને થયેલા મોટા આર્થિક નુકસાન અને તેના વળતરના દાવાઓ સાથે જોડાયેલો છે.

રશિયાએ યુક્રેનની સરકારી ‘ઓશાડ બેંક’ સાથેના કરોડો ડોલરના રોકાણ વિવાદ (Multi-million dollar investment dispute with Oschadbank Ukraine) માં ડી.વાય. ચંદ્રચૂડને પોતાના મધ્યસ્થી તરીકે પસંદ કર્યા છે. આ વિવાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બેંકને થયેલા આર્થિક નુકસાન અને વળતરના દાવાઓ સાથે જોડાયેલો છે. રશિયા અને યુક્રેન બંનેની સંમતિથી ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ’ના અહેવાલ અનુસાર, આ મોટા વિવાદનો ઉકેલ લાવવા ત્રણ સભ્યોની એક સમિતિ બનાવાઈ છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે કોસ્ટા રિકાના પૂર્વ વેપાર મંત્રી ડિયાલા જિમેનેજને રશિયા અને યુક્રેન બંનેની સંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે રશિયા તરફથી ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને યુક્રેનની ઓશાડબેંક તરફથી ગ્રીસના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકૌલકિસ આ કમિટીમાં મધ્યસ્થી તરીકે સામેલ રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular