Tuesday, April 21, 2026
HomeGujaratRajkotખાનગી શાળાની ઉઘાડી લૂંટ સામે કોંગ્રેસે ફૂંક્યું રણશીંગું, હેલ્પલાઈન નંબર શરૂ કર્યો

ખાનગી શાળાની ઉઘાડી લૂંટ સામે કોંગ્રેસે ફૂંક્યું રણશીંગું, હેલ્પલાઈન નંબર શરૂ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટ કોંગ્રેસ અને NSUI ખાનગી શાળાઓની ફી (Private School Fees)વધારાને લઈ આકરા પાણીએ વિરોધ કરી રહ્યું છે. જેમાં તેમણે બે દિવસ પહેલા FRCની કચેરીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં ગઈકાલે મોટી સંખ્યામાં SNK સ્કૂલના વાલીઓએ FRCની કચેરીને બાનમાં લઇ સ્કૂલે દર્શાવેલ અનેક ખોટા ખર્ચાઓનાં કથિત પુરાવાઓ આપ્યા હતા. ત્યારે હવે વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ખાનગી સ્કૂલો સામે “ફી ઘટાડો ઝુંબેશ”નું રણશિંગુ ફૂંક્યું છે.

આ મામલે રોહિતસિંહે જણાવ્યું હતું કે, અમારો હેતુ ખાનગી સ્કૂલો ખોટમાં જઈ સંસ્થા ચલાવે તેવો નથી અને ત્યાં નોકરી કરતા કર્મચારીઓની રોજગારી છીનવવાનો પણ નથી. પરંતુ અમુક ખાનગી સ્કૂલોએ જાણે વેપલો કરવાના હેતુથી વાલીઓને ખોટી રીતે ગેરમાર્ગે દોરી લૂંટી રહ્યા છે તેઓની સામે વાલીઓને ન્યાય અપાવવાનો છે. હાલ મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોના વાલીઓ ખુબ પીસાઈ રહ્યા છે ત્યારે તેઓની વેદના સમજી અમે આ અભિયાન ચલાવવાના છીએ. એવી અનેક ખાનગી સ્કૂલો છે જે FRCમાં મંજુર થયેલ ફી કરતા ઘણી ઓછી ફી લે છે તે સરાહનીય બાબત પણ અમારા ધ્યાને છે.

- Advertisement -

વધુમાં તેમણે વાલીઓને અપિલ કરતા જણાવ્યું હતું કે વાલીઓ જાગૃત બની વિના સંકોચે રાજકોટ શહેરની કોઈ પણ ખાનગી સ્કૂલે વધારેલી ફી અસહ્ય લાગતી હોય તો અમારા હેલ્પલાઇન નંબર 7016837652 પર સંપર્ક કરી માહિતી આપી શકે છે. વાલીઓને સાથે રાખી અમારી ટીમ જે તે સ્કુલ પર જશે અને FRCનો મંજુર કરાયેલ ઓર્ડર માંગશે અને તેમાં દર્શાવેલા ખર્ચોની વાસ્તવિકતા ચકાસશે અને ફી ઘટાડાની માંગ સાથે હલ્લાબોલ પણ કરીશું અને, આ ખોટા દર્શાવેલ ખર્ચના તમામ પુરાવાઓને જે તે સ્કૂલોના એક સાથે હાઇકોર્ટ સમક્ષ પણ રાખીશું. કારણ કે અનેક એવી સંસ્થાઓ છે જેને વધુ ફી વધારો મંજુર કરાવ્યો છે તેઓ પાસે રમતગમતના મેદાન, લેબોરેટરી, કમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી સહીત અનેક સુવિધાઓ ઉપલબ્ધ નથી છતાં FRC સમક્ષ સોગંદનામામાં ખર્ચ બતાવ્યા હોય. વાલીઓ પાસે એવી કોઈ પણ સ્કૂલે FRC સમક્ષ ખોટા ખર્ચ દર્શાવ્યા હોય અને તેની સ્પષ્ટ માહિતી હોય તે પણ આપવા પણ અપીલ કરી હતી.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે વાલીઓની ફરિયાદોના આધારે માળખાકીય વિરોધ પ્રદર્શનોનું લીસ્ટ મીડિયાના માધ્યમથી જાહેર કરીશું. જેથી બાકી રહેતા વાલીઓ પણ પોતાના બાળકની સ્કૂલ પર પ્રદર્શનમાં અમારી સાથે જોડાઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે, FRC દ્વારા અપાતા ખાનગી સ્કૂલોને બેફામ ફી વધારા મામલે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિતભાઇ ચાવડાને સમક્ષ રૂબરૂ અમારી ટીમ પુરાવાઓ અને માહિતી આપવા જવાની છે જેથી આ મુદ્દો વિધાનસભામાં સારી રીતે ગાજે જેથી રાજ્ય સરકાર વહેલી આ બાબતે જાગે અને વાલિઓને ન્યાય મળી શકે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular