નવજીવન ન્યૂઝ.મુંબઈઃ સામાન્યતઃ બજારમાં લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ એક સારો કમાણીનો રસ્તો તજજ્ઞો માને છે પરંતુ ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં પણ ઘણા લોકો રોજી ચલાવે છે. હમણાં સુધી બજારમાં જોરદાર પછાડો જોવા મળતો હતો ત્યારે આજે બજારની ફ્લેટ શરૂઆત પછી બજારમાં તેજી આવી રહી છે. નિફ્ટી 275 પોઈન્ટ વધી ગયો છે. બેંક નિફ્ટીમાં હળવો વધારો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપમાં સારી એવી ખરીદી જોવા મળી રહી છે. તેવામાં બજારમાં શોર્ટ ટર્મ કમાણી માટે કેટલાક સ્ટોક્સનું તજજ્ઞો સજેશન આપે છે. જોકે અહીં બાબત એ છે કે સ્ટોક માર્કેટ પર ઈન્વેસ્ટમેન્ટ કરવામાં તજજ્ઞોની સલાહ જ નહીં તમારે તમારી વિવેક બુદ્ધીનો પણ પ્રયોગ કરવો પડશે અને કંપનીના ફંડામેન્ટલ્સ ઉપરાંત આજના બાઈંગ અને સેલિંગ ડેટા સહિત ઘણી બધી જાણકારીઓ પર નજર કરવી પડશે.
કેટલાક તજજ્ઞો હાલ, અશોક લેલૈંડ, અંબુજા સિમેન્ટ, એચડીએફસી લાઈફ અને ધાનુકા એગ્રીટેકમાં ધંધો કરવાની સલાહ આપે છે પરંતુ અહીં તેમની સલાહને માથે લઈ તુરંત બજારમાં કુદી જવું પણ સમજદારી નથી. તો આવો જોઈએ કે આ ચાર શેરની શું છે સ્થિતિ.
સર્વપ્રથમ વાત કરીએ અશોક લેલૈંડની તો આ શેરમાં મેની એક્સપાઈરી વાળી 242.50ના સ્ટ્રાઈક વાળી કોલ ખરીદવા પર સારું રિટર્ન મળી શકે છે તેવું કહેવાય છે. તેમાં 4.40 રુપિયાના સ્તરની આસપાસ ખરીદી કરવાનું ભલે તજજ્ઞો કહે અને કહે કે તેમાં 6/8 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. સાથે જ એવી સલાહ પણ આપે છે કે, 3 રૂપિયાનો સ્ટોપલોસ પણ લગાવવો જોઈએ. જોકે આજે સવારથી જ તેમાં 0.38 ટકાનો વધારો છે. સવારે તે ઓપન થયો હતો 241 પર અને 242.13 પર હાઈ રહ્યો હતો. જ્યારે હાલ બપોર સુધીમાં 238.60નો લો રહ્યો હતો. આ શેર તમને લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પર 2.61 ટકા રિટર્ન પણ આપી શકે છે. અહીં આ શેરના ફાઈનાન્શિયલ્સ પર નજર કરીએ તો ડિસેમ્બર 2024માં તેની રેવન્યું 12,000 કરોડ રહી છે. તેની નેટ ઈન્કમ 761.62 કરોડ છે. અર્નિંગ પર શેર છે 2.59 અને નેટ પ્રોફિટ માર્જીન 6.35 ટકા હતું. જોકે આજની વાત કરીએ તો આજે તેની માર્કેટ કેપિટલ રૂ. 704.38B છે. તેનો એવરેજ વોલ્યુમ 5.02M છે. આ તરફ તેના પીઈ રેશ્યો પર પણ નજર કરીએ તો તે 24.91 છે.
અન્ય ઘણા પ્લેટફોર્મ્સ પર અંબુજા સિમેન્ટને ખરીદવાનું કહેવામાં આવે છે ત્યારે તેના પર નજર કરીએ તો, આજે બપોર સુધીમાં અબુજા સિમેન્ટમાં 5.75 નો એટલે કે 1.01 ટકાનો વધારો થયો છે. ઠેરઠેર તજજ્ઞો દ્વારા સલાહો અપાય છે કે, આ શેર 574માં ખરીદી કરો તે ફ્યૂચરમાં 595ના ટાર્ગેટને મળી શકે છે. તેમાં 563નો સ્ટોપ લોસ રાખજો. આપને જણાવી દઈએ કે તે આજે 567.75 પર ખુલ્યો હતો. તેનો આજનો અત્યાર સુધીનો હાઈ 576 છે અને લો 566.28 છે. આપને જણાવી દઈએ કે તેની માર્કેટ કેપ રૂ. 1.41T છે. તેનો એવરેજ વોલ્યુમ 3.03M છે. સામે તેનો પીઈ રેશ્યો 40થી ઘણો નજીક છે. તે હાલ 33.81 છે. આ શેરમાં લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો 0.35 ટકા ડિવિડન્ટ યીલ્ડ છે. 1983થી કાર્યરત આ કંપની હાલ અદાણી ગ્રુપના હસ્તગત છે. માર્ચ 2025માં તેની રેવન્યુ 98.89B હતી. જેના ઓપરેટિંગ એક્સપેન્સ 46.86B છે, નેટ ઈન્કમ 9.56B, નેટ પ્રોફિટ માર્જીન 9.67 છે, અર્નીંગ પર શેર 3.77 છે.
અન્ય એક સલાહ હાલ માર્કેટમાં ફરી રહી છે કે, એચડીએફસી લાઈફને ખરીદો. તજજ્ઞો એવી સલાહ આપે છે કે, આ શેર 766 રૂપિયાના સ્તર પર ખરીદી કરો અને તેમાં 790/800 રૂપિયાના ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. તેમા સ્ટોપલોસ 753 રૂપિયા લગાવો. જોકે અહીં તેની આજની આંકડાકિય માહિતી પ્રમાણે બપોર સુધીમાં તેનો ભાવ 777.30 સુધી પહોંચી ગયો હતો. આ શેર આજે 755.80 પર ખુલ્યો હતો અને તેનો લો 752.05 અને હાઈ 777.95 રહ્યો હતો. તેની પાર્કેટ કેપ 1.67 કરોડ છે. આ શેરમાં લોન્ગ ટર્મ ઈન્વેસ્ટ મેન્ટ પર ડીવીડન્ટ યીલ્ડ 0.27 ટકા મળે છે. પણ અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે તેનો પીઈ રેશ્યો 92.43 છે. જે ઘણો હાઈ છે. તેનો વોલ્યુમ 2.56M છે.
આ સાથે અન્ય એક શેરની પણ આજે જોરદાર ચર્ચા થઈ રહી છે તે છે મિડકેપ સેગમેન્ટમાં રહેલો ધાનનુકા એગરીટેક. તેમાં જાણકારો એવી સલાહ આપે છે કે આ લોન્ગ ટર્મની નજરથી 1685ના સ્તર પર ખરીદવા જેવો શેર છે. તેમાં ટકી રહેવા માટે શોર્ટમાં મધ્યમ ગાળામાં 2000 રૂપિયાનું સારું અપસાઈડ લક્ષ્ય મળી શકે છે. તો તેની આજની સ્થિતિ પર નજર કરીએ તો. બપોર સુધી તે 0.49 ટકા વધીને 1687.10 પર પહોંચ્યો હતો. તે આજે 1690 પર ખુલ્યો અને 1677નો લો અને હાઈ 1701નો રહ્યો હતો. તેની માર્કેટ કેપ 7.61 કરોડ છે જ્યારે તેનું ડિવિડન્ટ યીલ્ડ 0.12 ટકા છે. અહીં તેનો પીઈ રેશ્યો 25.74 પર છે અને તેનો વોલ્યુમ 75.82 હજારનો છે.
આમ માર્કેટ પર તજજ્ઞો દ્વારા આપવામાં આવતી સલાહોને તુરંત માનીને ડિલ કરવા કરતા તેની આંકડાકીય માહિતી પર પણ નજર કરવી જરૂરી છે. સાથે જ તમારા ફાઈનાન્સ એડવાઈઝરની પણ મદદ લઈ શકો છો.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








