Thursday, April 16, 2026
HomeInternationalUS-ઈરાન વાતચીત નિષ્ફળ: પરમાણુ કાર્યક્રમ પર અડગ વલણ, હવે આગળ શું?

US-ઈરાન વાતચીત નિષ્ફળ: પરમાણુ કાર્યક્રમ પર અડગ વલણ, હવે આગળ શું?

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ચાલી રહેલી મહત્વપૂર્ણ વાતચીત કોઈ પણ સમજૂતી વગર પૂર્ણ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચેના મુખ્ય મતભેદ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને રહ્યા છે.

21 કલાકની ચર્ચા નિષ્ફળ
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું કે લગભગ 21 કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ કોઈ સહમતિ બની શકી નથી. અમેરિકા ઈરાન પાસેથી પરમાણુ હથિયાર ન બનાવવાની સ્પષ્ટ ખાતરી માંગતું હતું, જેને ઈરાને સ્વીકારી નથી.

- Advertisement -

ઈરાનનો જવાબ
ઈરાનના વિદેશ મંત્રાલય મુજબ વાતચીત બે-ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદને કારણે નિષ્ફળ ગઈ. કેટલાક મુદ્દાઓ પર સહમતિ થઈ હોવાની વાત પણ સામે આવી છે, પરંતુ પરમાણુ મુદ્દે સ્પષ્ટતા આપવામાં આવી નથી.

વિશ્વાસનો અભાવ
ઈરાનના સંસદ અધ્યક્ષે જણાવ્યું કે ઈરાને સકારાત્મક અને રચનાત્મક પ્રસ્તાવો આપ્યા હતા, છતાં અમેરિકા વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું. ઈરાન તરફથી હજુ પણ ચર્ચા માટેના દરવાજા બંધ નથી એવા સંકેત મળ્યા છે.

પાકિસ્તાનની ભૂમિકા
પાકિસ્તાન મુજબ આ વાતચીત સંપૂર્ણ રીતે નિષ્ફળ નથી અને આગળ પણ પ્રયાસ ચાલુ રહેશે. નિષ્ણાતો માનીએ છે કે પરદાની પાછળ ફરીથી ચર્ચા થઈ શકે છે.

- Advertisement -

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ શું છે
ઈરાનના પરમાણુ કાર્યક્રમની શરૂઆત 1950ના દાયકામાં અમેરિકાની મદદથી થઈ હતી. 1970માં ઈરાને NPT સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. 1979ની ક્રાંતિ પછી આ કાર્યક્રમમાં ફેરફાર આવ્યા, પરંતુ બાદમાં ફરી સંશોધન શરૂ થયું અને સમય સાથે તેમાં વધારો થયો.

આગળ શું શક્ય
હાલ બંને દેશોએ પોતાની “રેડલાઇન” સ્પષ્ટ કરી દીધી છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કોઈ નવો રાજનૈતિક માર્ગ નીકળે છે કે પછી તણાવ વધુ વધી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular