Sunday, April 19, 2026
HomeBusinessસંવેદનશીલ સટ્ટાની જાત ચાંદીની તેજીના દ્વાર ખુલ્લા થયા

સંવેદનશીલ સટ્ટાની જાત ચાંદીની તેજીના દ્વાર ખુલ્લા થયા

- Advertisement -

સોનાની તુલનાએ અથવા ભાવની દ્રષ્ટીએ ચાંદી ઐતિહાસિક રીતે સૌથી સસ્તી જણસ

૨૦૨૪મા ઔદ્યોગિક ચાંદીની માંગ ૪ ટકા વધીને ૬૮૦૫ લાખ ઔંસ રહી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સલામત મૂડીરોકાણનાં તેજીના મોમેન્ટમમાંથી લાભ લેવાવાળાઓની લેવાલીએ ગુરુવારે એક તબક્કે ચાંદીના ભાવ ૩૩.૯૧ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બે સપ્તાહની ઉંચાઈએ પહોચી ગયા પછી નફા બુકીન્ગમાં ૩૨.૬૧ ડોલર બોલાયા. શુક્રવારે ભાવ ૩૩.૧૭ ડોલર હતો. એનાલીટીકલ સંસ્થા વોલ્સ ફર્ગોએ તાજેતરમાં એક સર્વે કર્યો તેમાં જણાયું કે સોનાની તુલનાએ ઐતિહાસિક રીતે ચાંદીના ભાવ ઘણા સસ્તા થઇ ગયા છે. સામાન્ય રીતે સોના ચાંદી ભાઈબહેન તરીકે એક બીજાનો હાથ પકડીને ચાલતા હોય છે. ઔદ્યોગિક વપરાશમાં સૌથી વધુ વપરાશ ધારાવતી ચાંદીને આર્થિક ચિંતાઓના ગ્રહો નડી જતા આ વર્ષે સોના કરતા ચાંદી પાછળ રહી ગઈ છે. જો કે વૈશ્વિક ઉદ્યોગોમાં ચાંદીની માંગ ૫૫ ટકા જેટલી ઉંચી રહે છે, સોનું સરખામણીએ માત્ર ૭ ટકા વપરાય છે.

અલબત્ત, આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદી અન્ય કોમોડિટીની તુલનાએ ૧૪.૫૮ ટકા જેટલું ઊંચું વળતર આપનાર સાબિત થઇ છે. માર્ચ ૨૦૨૫મા તેણે બાવન સપ્તાહની ઊંચાઈ ૩૫.૪૯ ડોલર સિદ્ધ કરી હતી. મેક્રો ઇકોનોમિક સ્તરે સર્જાયેલી અનિશ્ચિતતાઓએ ચાંદીના મોટા ભાઈ સોનાએ રોકાણકારોમાં આકર્ષણ જમાવી રાખતા, આ વર્ષે અત્યાર સુધીમાં ૨૭ ટકાની વૃદ્ધિ દાખવે છે. આમ જોવા જઈએ તો કેટલાય વર્ષો પછી આટલી મોટી તેજી જોવા મળી છે. જો તુલનાત્મક રીતે જોવામાં આવે તો ચાંદીની બજાર બહુ નાની ગણાય, સોનામાં ભારે તેજી આવી ત્યારે ચાંદીના ભાવ નાની વધઘટે અથડાઈ ગયા હતા. આટલું અધૂરું હોય તેમ ચાંદી એ સંવેદનશીલ સટ્ટાની જાત છે, આર્થિક મુદ્દાઓ તેની માંગને અસર કરતા હોય છે. તેના ભાવમાં ઉછળકૂદ બહુ જોવા મળે, પણ ભાવમાં મોટા ઉછાળા ટકાઉ સાબિત નથી થતા.

- Advertisement -

ચાંદીના તમામ સેનીમેન્ટ અત્યારે આશાવાદી છે, તેથી તેના તેજીના દ્વાર ખુલ્લા થયા છે. રોકાણકારો અત્યારે એવી પ્રેસીયાસ મેટલ શોધી રહ્યા છે, જેમાં સોના કરતા વધુ વળતર આપવનાની વૈકલ્પિક ક્ષમતા હોય. ગોલ્ડ સિલ્વર રેશિયો જે એક ઔસ ચાંદી ખરીદવા કેટલા ઔંસ સોનાની આવશ્યકતા રહેછે તે દાખવે છે, જે લાંબાગાળાની સરેરાશ કરતા ખુબ ઉંચો છે. ગોલ્ડ સીલ્વેર રેશિયો રોકાણકારોને ખુબ મુલ્યવાન માહિતી પૂરી પાડે છે. રોકાણકારે તેનું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવું અને પોતાનું ફંડ ક્યા રોકાવું તેની સટીક માહિતી પણ આપે છે. રેશિયોની વર્તમાન સ્થિતિ અત્યારે ૨૦૦૫નાં રીડીંગથી ૧૦૦ પર્સન્ટાઇલ છે. આ ઘટના આપણને મજબુત રીતે એવા સંકેત આપે છે કે સોનાની તુલનાએ અથવા ભાવની દ્રષ્ટીએ ચાંદી ઐતિહાસિક રીતે સૌથી સસ્તી જણસ છે.

કોરોના કાળમાં ગોલ્ડ સિલ્વર રેશિયો માર્ચ ૨૦૨૦મા ૧૨૫ની ઊંચાઈ હીટ કરી ગયો હતો, વર્તમાન રેશિયો સ્પષ્ટ પણે કહે છે કે ચાંદીમાં રોકાણ વધુ વળતરદાયી સાબિત થશે. માર્ચ ૨૦૨૦ પછી અત્યાર સુધીમાં સોનાના ભાવ બમણા થયા છે, પણ ચાંદીના ભાવ ત્રણગણા થઇ ગયા છે. મેક્રો ઇકોનોમિક સ્તરે હવામાન ખુબ સુધર્યું છે, ૨૦૨૬ સુધીમાં વૈશ્વિક વેપારની ચિંતાઓ હળવી થઇ જશે, અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમવા લાગશે ત્યારે ચાંદીની માંગ આસમાને જશે. સોનું અત્યારે જે મજબૂતી દાખવી રહ્યું છે તેનું કારણ સેન્ટ્રલ બેન્કોની ખરીદી છે. લાંબા ટૂંકાગાળે બન્ને ધાતુના ભાવ વૃદ્ધિનો ગાળો સંકળાઈ જશે. ટૂંકાગાળામાં આ રેશીયો વધશે અને ઘટશે, પણ માધ્યમ ટૂંકાગાળામાં શક્યતા એવી છે કે રેશિયોની કુદરતી સરેરાશ ૬૦-૭૦ આસપાસ રહેવી જોઈએ.

સિલવર ઇન્સ્ટીટ્યુટનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષથી ચાંદીની બજાર પુરવઠા અછતનો સામનો કરી રહી છે. ૨૦૨૪મા ઔદ્યોગિક ચાંદીની માંગ ૪ ટકા વધીને ૬૮૦૫ લાખ ઔંસ રહી હતી. ૨૦૨૪નુ વર્ષ એ માળખાગત ગ્રીન એનર્જી અપનાવા માટેની સમજ કેળવવાનું ઉત્તમ વર્ષ હતું.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular