Sunday, April 19, 2026
HomeGujaratVadodaraવિદેશની ઘરતી પર વઘુ એક ગુજરાતી પર ફાયરિંગ, ધટના CCTVમાં કેદ

વિદેશની ઘરતી પર વઘુ એક ગુજરાતી પર ફાયરિંગ, ધટના CCTVમાં કેદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News : વિદેશની ઘરતી પર ગુજરાતીઓ રોજીરોટી કમાવવા જતાં હોય છે. જેમાં તેઓ પર વખતો વખત હુમલાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. તેવામાં વધુ એકવાર આવી ઘટના સામે આવી છે, જેના કારણે ગામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કરજણના (Karjan) સાંસરોદના વ્યક્તિ પર દક્ષિણ આફ્રિકાના (South Africa) વેન્ડા ટાઉનમાં લૂંટના (Loot) ઈરાદે આવેલા નિગ્રોએ હુમલો કર્યો છે. નિગ્રો લૂંટારાઓએ ફાયરિંગ કરતા યુવકને ગભીર ઈજા પહોંચી છે. હાલ તેને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુંસાર, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની દાઉદભાઈ અહિયાં ખેતીકામ કરે છે. તેમનો પુત્ર મુખ્તાર તેની પત્ની સાથે ઘણા વર્ષોથી આફ્રિકામાં વસવાટ કરે છે. મુખ્તાર 30 વર્ષથી વેન્ડામાં એક દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવી રહ્યો છે. તેના સ્ટોરમાં નિગ્રો લૂંટના ઈરાદાથી આવ્યો હતો અને તેના પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં મુખ્તારને ઈજા થઈ છે અને તેને સારવાર માટે વેન્ડાથી 200 કિલોમીટર દૂર દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઘટનાની માહિતી મળતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. આ ફાયરિંગની સમ્રગ ઘટના CCTVમાં કેદ થઈ છે. થોડા સમય પહેલા ભરૂચના મનુબર ગામના આસિફ લિયાક્ત સંત નામના વ્યક્તિની આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં નિગ્રો અને ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આસિફની તિક્ષ હથિયારના ધા ઝીંકી હત્યા કરી દેતા તેના પરીવારજનોમાં રોકકડ સર્જાઈ હતી. તેમજ રોજગારી માટે આફ્રિકા જતાં ગુજરાતીમાં ડરનો માહોલ પેદા થયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular