Sunday, April 19, 2026
HomeBusinessકેપસાઇઝ જહાજોના નૂર માર્ચ ૨૦૨૩ના તળિયે બેસી ગયા

કેપસાઇઝ જહાજોના નૂર માર્ચ ૨૦૨૩ના તળિયે બેસી ગયા

- Advertisement -

બાલ્ટિક ડ્રાય ઇંડેક્સમાં સતત બીજા સાપ્તાહે ઘટ્યો  

એટલાન્ટિક વિસ્તારમાં જહાજી નૂરની ખાસ માંગ જણાઈ ના હતી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કેપસાઇઝ અને પનામેક્સ માલવાહક જહાજોના નૂર ઘટતા, શુક્રવારે સતત બીજા સપ્તાહમાં બાલ્ટિક ડ્રાય ઇંડેક્સમાં સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. કેપસાઇઝ, પનામેક્સ અને સુપ્રામેક્સ માલવાહક જહાજોનો બનેલો આ ઇંડેક્સ ૨૧ પોઈન્ટ ઘટીને ૧૦૬૫ પોઈન્ટ બંધ રહ્યો હતો, જે છેલ્લા પાંચ સપ્તાહની નીચલી સપાટીએ હતો. અલબત્ત આખા સપ્તાહમાં ૧.૪ ટકા ઘટ્યો હતો. કેપસાઇઝ ૬૨ પોઈન્ટ અથવા ૫.૭ ટકા ઘટી ૧૦૩૨ પોઈન્ટ રહ્યો હતો, આ ઇંડેક્સ માર્ચ ૨૦૨૩ના તળિયે જતો રહ્યો હતો, જે સાપ્તાહિક ધોરણે ૧૨ ટકા ઘટાડો દાખવતો હતો.

૧.૫ લાખ ટન આયર્ન ઓર કે કોલસા જેવા બલ્ક માલનું વાહન કરતાં કેપસાઇઝ જહાજોનું નૂર ૫૧૧ ડોલર ઘટી ૮,૫૬૧ ડોલર બોલાયું હતું. પનામેક્સ જહાજી ઇંડેક્સ ૧.૭ ટકા ઘટી ૧,૪૭૮ પોઈન્ટ રહ્યો હતો, સાપ્તાહિક ધોરણે બે ટકા ઘટ્યો હતો. ૬૦થી ૭૦ હજાર ટન કોલસો કે અનાજનું વાહન કરતાં પનામેક્સ નૂર ૨૨૬ ડોલર ઘટી ૧૩,૩૦૦ ડોલર બોલાયું હતું. અલબત્ત, સુપ્રામેક્સ જહાજી ઇંડેક્સ ૧૮ પોઈન્ટ અથવા ૧.૯ ટકા વધી ૯૮૦ પોઈન્ટ રહ્યો હતો.     

- Advertisement -

આખા વિશ્વના શીપ બ્રોકરોના સર્વેક્ષણને આધારે તૈયાર થતો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ૨૦ મે ૨૦૦૮ના રોજ ઓલ ટાઈમ હાઇ ૧૧૭૯૩ પોઈન્ટ મુકાયો હતો. જ્યારે ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ તેણે ૨૯૦ પોઈન્ટનું નવું ઐતિહાસિક તળિયું શોધ્યું હતું. કેપસાઇઝ જહાજી નૂર બજાર યુકેમાં સોમવારની અને શીંગાપુરની શુક્રવારની રાજાને લીધે ટુંકાઈ ગયું હતું. પણ પેસિફિક રિઝનમાં આખું સપ્તાહ મોટા વોલ્યુમથી કામકાજ થયા હતા. મોટા પ્લેયરોની હાજરીને લીધે ગત સપ્તાહે બજારનું સેન્ટિમેન્ટ આશાવાદી રહ્યું હતું. પણ નૂરમાં કોઈ મોટી વૃધ્ધિ જણાઈ ના હતી.

પનામેક્સ જહાજી બજાર ગતસપ્તાહના આરંભે મજબૂત જણાતો હતો પણ શુક્રવાર આવતા સુધી ધીમેધીમે ઘટ્યો હતો. એટલાન્ટિક વિસ્તારમાં ખાસ માંગ જણાઈ ના હતી. દક્ષિણ અમેરિકામાં આરંભમાં કેટલીક ટ્રીપના સોદા ગોઠવાયાં હતા, સપ્તાહની મધ્યમાં ભારત ડિલિવરીના સોદા ૧૬,૦૦૦ ડોલરના ભાવે ગોઠવાયાં હતા. જ્યારે એક્સ ઓસ્ટ્રેલીયા, નોર્થ પેસિફિક માટેણઆ એશિયન સોદા ૧૨,૦૦૦ ડોલરના ભાવથી મોટા વોલ્યુમીથી થયા હતા.

એટલાન્ટિક સમુદ્ર વિસ્તારમાં સુપ્રામેક્સ નૂર બજારના ગત સપ્તાહે સારા વેપાર નોંધાયા હતા. માંગ સારી હતી, પણ ટનેજ મર્યાદિત ઉપલબ્ધ હતા. કાળા સમુદ્ર વિસ્તારમાં ૬૧,૦૦૦ ટનેજના જહાજો સિંગાપુર અને જપાન માટે ૨૦,૫૦૦ ડોલરના ભાવે ઉપલબ્ધ હતા. અમેરિકન ગલ્ફમાં ૬૩,૦૦૦ ટનેજના સોદા ૨૨,૦૦૦ ડોલરના ભાવે જ્યારે બોરનાસવિલેથી ઈજિપ્ત સુધીના ૬૧,૦૦૦ ટનેજના જહાજોના સોદા ૫૦ દિવસની નિશ્ચિત મુસાફરી માટે ૧૮,૭૫૦ ડોલર ભાવે ફિક્સ થયા હતા. સાઉથ એટલાન્ટિક વિસ્તારમાં સાન-નિકોલસથી સિંગાપુર માટે ૬૨,૦૦૦ ટનેજના જહાજના સોદા ૧૬,૦૦૦ ડોલરના ભાવે થયા હતા.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular