Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadસાણંદ APMCના ચેરમેન જુગારીયા છે? વસ્ત્રાપુરમાંથી પકડાયેલા હાઈપ્રોફાઈલ જુગારધામમાં 46 લાખનો મુદ્દામાલ...

સાણંદ APMCના ચેરમેન જુગારીયા છે? વસ્ત્રાપુરમાંથી પકડાયેલા હાઈપ્રોફાઈલ જુગારધામમાં 46 લાખનો મુદ્દામાલ મુદામાલ ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાણંદ: Sanand News: શ્રાવણ માસ પોતાના અંતિમ પડાવ તરફ પ્રયાણ કરી રહ્યો છે, તેમજ જન્માષ્ટમીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જુગારીયાઓ દ્વારા જુગાર રમવા-રમાડવાની પૂર જોશમાં મોસમ ચાલી રહી છે. જુગારમાં વ્યક્તિ પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે, તેમ છતાં જુગારની લતે ચઠેલા જુગારીયાઓ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર પોતાની તમામ મૂડી હોડમાં મૂકી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તારમાં સામે આવી છે. આ ઘટનાની ખાસ વાત એ છે કે, આ હાઈપ્રોફાઈલ જુગારધામમાં (Gambling Den) Sanand APMCના ચેરમેન ખેંગાર સોલંકી પણ સંડોવાયેલા હોવાની વાત સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પકડાયું છે. PCB અને SMC દ્વારા બાતમીને આધારે દરોડો પાડતા આ હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. પકડાયેલા હાઈપ્રોફાઈલ જુગારધામની ખાસ વાત એ છે કે, સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી પણ આ હાઈપ્રોફાઈલ જુગારધામમાં સામેલ છે. તથા ઊંઝાના ધર્મેન્દ્ર પટેલની પણ જુગારધામમાંથી ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

ન્યુયોર્ક ટાવરમાં ચલાવવામાં આવતા હાઈપ્રોફાઈલ જુગારધામમાં મસાજ કરવાની તેમજ જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. PCB અને SMCએ પાડેલા દરોડા દરમિયાન જુગારધામમાથી 7 લાખની રોકડ સહિત પૈસા ગણવાનું મશીન, ગંજીફા કેટ, મોબાઈલ ફોન નંગ-21, રમવા માટે આવેલા જુગારીઓએ રમવા આવવા માટે ઉપયોગ કરેલ ફોર વ્હીલર મળી રૂપિયા 46 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ન્યુયોર્ક ટાવરમાંથી ઝડપી પાડવામાં આવેલ જુગારધામ ઊંઝાના ધર્મેન્દ્ર પટેલની 92 નંબરની ઓફિસમાં ચલાવવામાં આવતું હતી. હાઈપ્રોફાઈ જુગારધામ સાથે સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી પણ સક્રિય રીતે જુગાર રમતા અને ચલાવતા ઝડપાયા છે. સાથે અન્ય જુગારીઓ મળી કુલ 19 આરોપીઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાણંદના ભાજપ પ્રમુખ પણ થોડા દિવસો અગાઉ સાણંદ LCBને હાથે જુગાર રમતા ઝડપાયા હતા અને હવે સાણંદ APMCના ચેરમેન પણ હાઈપ્રોફાઇલ જુગારધામમાં ઝડપાતા સાણંદમાં લોકમુખે ચર્ચા થઈ રહી છે કે, સાણંદમાં ભાજપના હોદ્દેદારો પ્રજાનું કામ કરવા માટે નેતા બને છે કે પછી જુગાર રમવા માટે નેતા બને છે ?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular