દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમા આવેલા નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં આજથી પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે. આ પક્ષી ગણતરી 2 દિવસ સુધી ચાલશે જેના કારણે 2 દિવસ સુધી નળસરોવર અને થોળ બંને અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પક્ષી ગણતરી માટે આજે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતનાં પક્ષીવિદ નળસરોવર આવી પહોંચ્યા હતા, જ્યારે તેમની સાથે વન વિભાગના અધિકારીઓએ તથા કર્મચારીઓ અને નળસરોવરણા સ્થાનિકો પણ હજાર રહ્યા હતા. આ બંને અભ્યારણ્યમાં દર 2વર્ષે પક્ષીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે.
1992થી ગુજરાતમાં પક્ષીઓની વસ્તી ગણતરી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યાર બાદ દર 2 વર્ષે વન વિભાગ દ્વારા પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. 2020માં છેલ્લે પક્ષીઓની વસ્તી ગણતરી કરવામાં આવી તે મુજબ નળસરોવરમાં 3 લાખ અને 15 હજાર જેટલા પક્ષી હતા જ્યારે થોળમાં 57 હજાર પક્ષીઓ હતા. પક્સ્જિઓની ગણતરી કરવી એ માણસોની વસ્તી ગણતરી કરવા કરતાં અઘરું કામ છે જેના કારણે આ આંકડાને પક્ષીઓની અંદાજિત સંખ્યા ગણવામાં આવે છે.
આ અંગે વાત કરતાં નળસરોવરના RFO(Range Forest Officer) ડી એમ સોલંકીએ જણાવ્યુ હતું કે, “અમે દર બે વર્ષે આ પક્ષી ગણતરી કરીએ છે. પક્ષી ગણતરીના સમયે વન્યપ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત અહિયાં પ્રવસીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને પક્ષી ગણતરી કરવામાં કોઈ અડચણ ન આવે. આ ઉપરાંત અહિયાં પક્ષીઓનીઓ વસ્તી ગણતરી માટે 150 જેટલા વોલેન્ટીયર્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ વોલેન્ટીયર્સમાં જાણીતા પક્ષીવિદો, બર્ડ વોચર્સ તેમજ પક્ષીઓમાં રસ ધરાવતા યુવાનો છે. પક્ષી ગણતરી દરમિયાન તેમણે મદદ કરવા માટે 50 જેટલા સ્થાનિક ગાઈડ અને વન વિભાગના કર્મચારીઓ પણ વસ્તી ગણતરીમાં ભાગ લેશે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “નસરોવર ખૂબ મોટો વિસ્તાર છે. લગભગ 12000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પક્ષીઓની ગણતરી કરવાની હોય છે, જેના કારણે આ ખૂબ જટિલ કામ છે. આ કામને સરળ બનાવવા માટે અમે નળસરોવરને 40 ઝોનમાં વિભાજિત કર્યું છે. 200 જેટલા વોલેન્ટીયર્સ અને કર્મચારીઓને ટિમ બનાવીને અલગ અલગ 40 ઝોનમાં પક્ષીઓની ગણતરી માટે મૂકવામાં આવે છે. ટિમ એવી રીતે બનાવવામાં આવે છે કે એક ટીમમાં એક ગાઈડ હોય, એક બોટમેન હોય, અને વોલેન્ટીયર્સ હોય તેમ ટિમ બનાવવામાં આવે છે. જેના કારણે કોઈ નવું આ અભિયાનમાં જોડાયું હોય તો તેને ગણતરી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. નળસરોવરમાં 221 જેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. આ દરેક પક્ષીઓના ઝુંડ પ્રમાણે તેમની ગણતરી કરવામાં આવે છે.”
અહિયાં પક્ષીઓની ગણતરી માટે આવેલા વોલેન્ટીયર્સ માટે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું. રજીસ્ટ્રેશન કરવીને નળસરોવર પહોંચેલા વોલેન્ટીયર્સ માટે વન વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની કીટ આપવામાં આવી હતી. આ કિટમાં પક્ષીઓની નોંધણી કરવા માટેનું પત્રક, પક્ષીઓની ઓળખ માટે પત્રિકા, એક ડાયરી, પેન તેમજ પાણીની બોટલ આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યકરમણિ શરૂઆતમાં તમામ વોલેન્ટીયર્સને પક્ષી ગણતરી અંગેની સૂચનો આપવામાં આવ્યા હતા અને તેમની યોગ્ય ટીમમાં ફાળવણી કરવામાં આવી હતી.
આ પક્ષી ગણતરીના અભિયાન અંગે વાત કર્તા સાણંદના નલકાંઠાના જાણીતા પક્ષીવિદ ગૌરવ ઠક્કરે નવજીવન ન્યૂઝને જણાવ્યુ હતું કે, “પક્ષીઓની આવી રીતે ગણતરી થવી એ ખરેખર સરહનીય કામગીરી છે. જેના કારણે આપણને નળસરોવર અને થોળમાં કયા કયા યાયાવર પક્ષીઓ આવે છે તેની ચોક્કસ જાણકારી મળે છે. તેમની સંખ્યામાં જે વધારો-ઘટાડો થયો હોય તેની પણ જાણકારી મળે છે. આ સરકારની એક સારી પહેલ છે અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આ પક્ષીઓની ગણતરી ચાલુ જ રહેવી જોઈએ તેવું હું માનું છું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












