Tuesday, May 26, 2026
HomeGujaratGandhinagarતલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલ લેટરને લઈ મોટી જાહેરાત

તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલ લેટરને લઈ મોટી જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Talati Cum mantri Exam Call Letter: આગામી 7 મેના રોજ રાજ્યમાં તાલટી કમ મંત્રીની પરીક્ષા (Talati Cum mantri Exam 2023) યોજાવાની છે. જેને લઈ ભરતી બોર્ડનું તંત્ર સર્તક જોવા મળી રહ્યું છે. અગાઉ જે પ્રકારે પંચાયત સેવા પંસદગી મંડળની (GPSSB) જૂનિયરની કલાર્કની પરીક્ષામાં એક વખત પેપર ફૂટ્યા બાદ બીજી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ હતી. તે રીતે તલાટીની પરીક્ષા યોજાય માટે ભરતી બોર્ડે તૈયારી કરી છે. ત્યારે આજરોજ ઉમેદવારોના કોલ લેટરને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 3470 જગ્યાઓ માટે 8.50 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપવાના છે.જેમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે જે વિધાર્થીઓ સંમતિ પત્રક ભર્યા હશે તેઓ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ બાબતે અગાઉ ભરતી બોર્ડના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. ત્યારે આજરોજ તલાટી કમ મંત્રીની પરીક્ષાનો કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે.

- Advertisement -

જેમાં તલાટીની પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારો 26 એપ્રિલથી સવારે 11 વાગ્યાથી લઈ 7 એપ્રિલ બપોરે 12:30 વાગ્યા સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઓજસ https // ojas gujarat.gov.iN પર જઈ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે. સાથે જ જણાવાયું છે કે ઉમેદવારોએ પરીક્ષા અંગેના કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular