નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gandhinagar News: પૂર્વ મંત્રીઓને (Former Ministers) સરકારી બંગલો ખાલી કરવા અંગે (vacating government bungalow) કોંગ્રેસે (Congress) સરકારને આડેહાથ લીધી છે. જેમાં કોંગ્રેસે સરકાર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સભ્ય પદ ગુમાવ્યા બાદ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. વર્તમાન સરકારમાં રહેલા કેટલાક ધારાસભ્ય જે અગાઉ મંત્રી હતા છતાંય તેઓ દ્વારા બંગલા ખાલી કરવામાં આવ્યા નથી. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે દાવો કરતા કહ્યું કે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, વિનું મોરડિયા, જીતુ ચૌધરી, અને કિરીટસિંહ રાણા સહિતના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલો ખાલી કર્યા નથી. જે અંગેના પોતાના ફોનમાં ફોટા પણ મીડિયા સમક્ષ તેમણે બતાવ્યા હતા. જેમાં બતાવાયું હતું કે હજુ બંગલાઓ પર જે તે પૂર્વ મંત્રીઓના નામની તકતી પણ લાગેલી છે.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકારોને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદની અંદર અદાણી અને મોદીના સંબંધો બાબતે પ્રશ્ન કરી રહ્યા હતા, અને તેનો જવાબ આપવા માટે અસક્ષમ એવી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને સાંસદ પદેથી નિષ્કાસિત કર્યા. બાદમાં તુરંત જ રાહુલ ગાંધી 19 વર્ષથી જે બંગલામાં રહેતા હતા તે ખાલી કરવાની નોટિસ આપી હતી. જેના પગલે રાહુલે ત્વરિત બંગલો ખાલી કરી અધિકારીઓને ચાવી સોંપી દીધી હતી.
હેમાંગ રાવલે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, બીજી તરફ ગુજરાતમાં જે પ્રમાણે તાનાશાહીની સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસે ઉત્સવ અને તાઇફા કરી રહી છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ એ ગુજરાતના પૂર્વ મંત્રીઓના ગાંધીનગર સ્થિત રહેલા બંગલા છે. રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ હજુ પણ સરકારી બંગલો ખાલી નથી કર્યો, એજ પ્રમાણે પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડીયા એ પણ બંગલા ખાલી કર્યા નથી. આ બંગલા આજે પણ તેઓ ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારને હાંકી કઢાયા પછી પણ સરકારના પૂર્વ મંત્રીઓએ નીતિન પટેલ, ભપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, પરસોતમ સોલંકી, ઈશ્વર પટેલ, વાસણભાઈ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કુંવરજી બાવળિયાએ બંગલા પરત સોંપ્યા ન હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








