નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં રખડતા ઢોરના (Stray Cattle) કારણે મૃત્યુની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) પણ લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકારને ફટકાર લગાવી ચૂકી છે. છતાં હજી પણ કોઈ નક્કર પરિણામ જમીની સ્તર પર જોવા મળી રહ્યા નથી. ગુજરાત સરકાર દ્વારા અવાર-નવાર હાઈકોર્ટમાં સોગંદનામું કરી બાહેંધરી આપવામાં આવે છે, પરંતુ આ તમામ દાવા ખોખલા સાબિત થયા છે. ત્યારે ભાવનગરમાં (Bhavnagar) બાઈક પર જઈ રહેલા યુવાનને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. યુવાનના મૃત્યુથી પરિવારજનોમાં તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે આ અકસ્માતની (Accident) ઘટના બની હોવાના આરોપ પરિવારે લગાવ્યા છે.
બનાવની વિગત મુજબ, ભાવનગરમાં ગતરોજ રાત્રિના અરસામાં શુભમ ડાભી નામનો યુવક બાઈક પર ઘોઘા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક યમરાજ બની ત્રાટકેલ ઢોરે શુભમને ચાલુ બાઈકે જોરદાર ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો પણ શુભમની મદદે દોડી આવ્યા હતા. લોકોએ એમ્બયુલેન્સને મારફતે તાત્કાલિક સારવાર માટે શુભમને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં શુભમ સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ મૃતકના પરિવારને થતાં તેઓ પણ તાત્કાલિક સર ટી હોસ્પિટલ દોડી ગયા હતા. રખડતા ઢોરના અડફેટે મૃત્યુ થયા હોવાના સમાચાર મળતા પરિવારે તંત્રની કામગીરી સામે પણ બળાપો ઠાલવ્યો હતો અને આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતમાં તમામ મહાનગરો હોય કે પછી નગરપાલિકા હાલ રખડતા ઢોરના અડફેટે આવતા દરરોજ નિર્દોષ લોકોને પોતનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. તંત્ર ઉદાસીનતા અને ઈચ્છાશક્તિને અભાવે આ પરિસ્થિનું નિર્માણ થયું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796