Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadNarendra Modi ની સુરક્ષામાં 8 વર્ષથી તૈનાત ગુજરાત કેડરના IPS એડી.ડીજી તરીકે...

Narendra Modi ની સુરક્ષામાં 8 વર્ષથી તૈનાત ગુજરાત કેડરના IPS એડી.ડીજી તરીકે નિયુક્ત

- Advertisement -

Rajiv Ranjan Bhagat Appointed ADG in SPG : ગુજરાત કેડરના વર્ષ 1998ની બેચના આઈપીએસ રાજીવ રંજન ભગતને એસપીજીના એડી.ડીજી તરીકે નિયુક્ત કરાયા છે. ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી રાજીવ રંજન ભગતને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) ની મંજૂરી બાદ Special Protection Group માં એડિશનલ ડાયરેક્ટર જનરલતરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, સ્પેશિયલ પ્રૉટેક્શન ગ્રુપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ઉચ્ચ મહાનુભાવોને સુરક્ષા પૂરી પાડે છે.

કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ કેબિનેટ સચિવાલય હેઠળ સચિવ (સુરક્ષા) ની કચેરી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવના આધારે આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત કેડરના આઈપીએસ રાજીવ રંજન ભગત 20 મે 2027 સુધી એસપીજીના એડીશનલ ડીજી (Rajiv Ranjan Bhagat SPG ADG) ના પદ પર રહેશે. આદેશમાં ઉલ્લેખ કરાયો છે કે, SPGમાં ભગતની નિમણૂકને સરળ બનાવવા માટે અસ્થાયી રૂપે ADG રેન્કમાં અપગ્રેડ કરાઈ છે. રાજીવ રંજન ભગત મે-2018થી સ્પેશિયલ પ્રૉટેકશન ગ્રુપમાં ફરજ બજાવી રહ્યાં છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular