નવજીવન ન્યૂઝ. નવસારીઃ Navsari Rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી (Varsad ni agahi)વચ્ચે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં નવસારીમાં (Navsari) ધોધમાર વરસાદ (Heavy Rain) પડતાં જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થીતી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યું છે. નવસારીમાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. હવાભાન વિભાગ દ્વારા હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નવસારીમાં ગત મોડી રાત્રીથી વરસાદની તોફાની બેટીંગ જોવા મળી હતી. નવસારીમાં એક કલાકના ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. ગઈકાલ મોડી રાત્રે બે કલાકમાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ભારે વરસાદના કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ગઈકાલે ભારે વરસાદ પડતાં નવસારીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સાથે જ આજે સમગ્ર નવસારીની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
નવસારીમાં સૌથી વધુ જલાલપોર તાલુકામાં 3 ઈંચ, વાંસદા તાલુકામાં સવા ઈંચ અને ખેરગામમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે પૂર્ણા નદીની જળસપાટી 22 ફુટને પાર થઈ ગઈ છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફુટ પર છે. સાથે અંબિકા નદીની સપાટી 16 ફુટ પર પહોંચી છે, અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફુટ પર છે, કાવેરી નદીની સપાટી 13 ફુટ પર પહોંચી છે, કાવેરી નદીની ભયજનક સપાટી 23 ફુટ છે. કાવેરી નદીમાં પાણીની સપાટી વધતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદના કારણે અનેક લોકો પરિવાર સાથે સ્થળાંતર કરવા માટે મજબુર બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા નવસારીમાં આજે ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં ગઈકાલથી નવસારીમાં 11 ઈંચ વરસાદ પડતાં તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796