Saturday, July 18, 2026
HomeInternationalAmerica માં મિત્રોના જીવ બચાવતાં ભારતીય વિદ્યાર્થીનું મોત, ત્રણ સાથીઓને નદીમાંથી બહાર...

America માં મિત્રોના જીવ બચાવતાં ભારતીય વિદ્યાર્થીનું મોત, ત્રણ સાથીઓને નદીમાંથી બહાર કાઢ્યા બાદ પોતે ડૂબ્યો

- Advertisement -

USA (Taxas) Indian boy death: અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીની બહાદુરીભરી પરંતુ કરૂણ ઘટનાએ સૌને ભાવુક કરી દીધા છે. તેલંગાનાના રહેવાસી અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ પૂર્ણ કરનાર અનૂરૂપ રેડ્ડી કોડૂરુનું પોતાના ત્રણ મિત્રોના જીવ બચાવ્યા બાદ નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. મિત્રો માટે જીવ જોખમમાં મૂકનાર અનૂરૂપની આ ઘટનાથી પરિવાર, મિત્રો અને ભારતીય સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, અનૂરૂપ રેડ્ડીએ તાજેતરમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કરી હતી. 29 મેના રોજ તેઓ પોતાના ત્રણ મિત્રો સાથે ટેક્સાસ અને લુઇઝિયાના રાજ્યની સરહદ નજીક આવેલા ટોલેડો બેન્ડ રિઝર્વાયર અને સાબીન નદી વિસ્તારમાં ફરવા ગયા હતા. આ દરમિયાન ચારેય મિત્રો પાણીમાં તરતા હતા ત્યારે અચાનક તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા.

- Advertisement -

અહેવાલો અનુસાર, પરિસ્થિતિ ગંભીર બનતા અનૂરૂપે પોતાની પરવા કર્યા વિના પાણીમાં ઝંપલાવી એક પછી એક પોતાના ત્રણેય મિત્રોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે મિત્રોનો જીવ બચાવ્યા બાદ તેઓ પોતે અકસ્માતનો ભોગ બન્યા હતા. કહેવાય છે કે તેમના પગમાં પાણીની અંદર રહેલી માછલી પકડવાની તાર ફસાઈ ગઈ હતી. જેના કારણે તેઓ પોતાને મુક્ત કરી શક્યા નહોતા અને તેજ પ્રવાહમાં પાણીની અંદર ખેંચાઈ ગયા હતા.

બાદમાં બચાવ દળોએ શોધખોળ હાથ ધરી હતી અને અનૂરૂપનો મૃતદેહ પાણીની સપાટીથી અંદાજે 20 ફૂટ નીચે મળી આવ્યો હતો. તેમને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અનૂરૂપ રેડ્ડી તેલંગાનાના રંગા રેડ્ડી જિલ્લાના કવાદીપલ્લી ગામના રહેવાસી હતા. લગભગ પાંચ વર્ષ પહેલા તેઓ પોતાના મોટા ભાઈ સાથે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ટેક્નોલોજી ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરવાની તૈયારીમાં હતા. પરંતુ કારકિર્દીની શરૂઆત પહેલાં જ આ દુઃખદ ઘટનાએ તેમના પરિવારના સપનાઓને આંચકો આપ્યો છે.

- Advertisement -

હ્યુસ્ટન સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે અને અનૂરૂપના પાર્થિવ દેહને ભારત લાવવા માટે પરિવારને જરૂરી તમામ સહાયતા આપવાની ખાતરી આપી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular