નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ શહેરમાં ધોળે દિવસે એક હત્યાના દ્રશ્ય સર્જાયા હતા, જ્યાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી રેખાબેન આહીરના પુત્ર કેવલ આહીરની છરીના ઘા સાથે કરપીણ હત્યા કરવામાં આવી. દીકરાની હત્યા કરેલી લાશ જોતા જ માતા ત્યાં જ ઢળી પડી. ખાખી વર્દીમાં જ સ્પોટ પર અન્યો સાથે આવી પહોંચેલી માતાએ પુત્રને મૃત અવસ્થામાં જોતા જ પોક મુકી. અહીં સ્થિતિ અત્યંત ગમગીન બની ગઈ હતી.

ભાવનગર પોલીસના જ પરિવાર પર હુમલો થયાની વિગતો મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કેવલ આહીર તેનો મિત્ર સાથે સર્વિસમાં મુકેલી કાર લેવા પંચવટી ચોકથી ઘોઘા જકાત તરફ જઇ રહ્યો હતો, તે દરમિયાન બે શખ્સો તેની ઉપર છરીથી આકસ્મિક હુમલો કરી ગયા. હુમલામાં તેને ગળા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હુમલાખોર ઘટના બાદ ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકની માતા ASI રેખાબેન આહીર પણ દીકરાની લાશ જોતા એ રડવા લાગી હતી, ઘટનાસ્થળે શોકમય માહોલ છવાઈ ગયો હતો.

DySP આર.આર. સિંધાલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હત્યાનું મુખ્ય કારણ જૂની અદાવત હોવાનું અનુમાન છે. હાલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી છે અને આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. આરોપીઓને ઝડપવા માટે મક્કમ પગલા લેવાઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, શહેરમાં જાહેરમાં જે રીતે હત્યાનો બનાવ ભયજનક છે અને સામાન્ય લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








