વર્ષ 2002ની પહેલી સવાર બનારસમાં પડી. ત્યારથી લઈને આજ સુધી વર્ષમાં બેથી ત્રણ વાર અચૂક બનારસ જવાનું થાય છે. બનારસનો એક નશો છે. કદી ન ઉતરે એવો નશો. ‘કાશીનું મરણ’ મારો એક પ્રિય વિષય રહ્યો છે. મણિકર્ણિકા ઘાટ પર બળતા મડદા મને મારા પોતાના સ્વજનના જ લાગ્યા છે. સાધુઓથી લઈને કિશન મહારાજ, બિસ્મિલ્લાહ ખાન, ગિરિજાદેવી, રાજન–સાજન મિશ્રા જેવાં સંગીત સાધકો તથા ઘાટ પર ચાયવાલા બાબા ને ફિરંગીઓની મસ્તી, આરતીની સ્પિરિચ્યુઅલ લવસ્ટોરીઝ, લંગોટ પહેરીને ધુબાકા મારતા બનારસી બાબુઓ, કાશી વિશ્વનાથ મંદિરમાં રોકડી કરતા ચોબાઓ, ભાંગવાળું પાન ખવડાવતો ભોલુ, કંઈ કેટલીયે ઘટનાઓ-પ્રસંગો… લોકો એક ફિલ્મની પટ્ટીની જેમ પસાર થયા કરે છે. કેટલાક યાદગાર અનુભવો મેં મારી ડાયરીમાં નોંધ્યા છે.
બનારસનો એક નશો છે…
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -








