Saturday, April 25, 2026
HomeGeneralછુટ્ટા નથી તેવું બહાનું હવે નહીં ચાલે, ભિખારી ગળામાં રાખે છે ડિજિટલ...

છુટ્ટા નથી તેવું બહાનું હવે નહીં ચાલે, ભિખારી ગળામાં રાખે છે ડિજિટલ પેમેન્ટનો QR CODE

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બેતિયા: બિહારના બેતિયા રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતા આ ભિખારીના ગળામાં QR CODE લટકાવીને ભીખ માગતા જોઈને જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. આ ભિખારીનું નામ રાજુ છે જે નાનપણથી રેલ્વે સ્ટેશન પર રહી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે.



રાજુએ પ્રભુનાથ પ્રસાદનો એકનો એક દીકરો છે. જેની ઉંમર 40 વર્ષ છે અને બસવરિયા વોર્ડ નંબર-30ના રહેવાસી છે. રાજુ મંદબુધ્ધિનો હોવાના કારણે પોતાનું પેટ ભરવા માટે ભીખ માગ્યા સિવાય તેની પાસે બીજોકોઈ વિકપ્લ મળ્યો ન હતો. રાજુ છેલ્લા ત્રણ દાયકાથી રેલ્વે સ્ટેશન સહિત અનેક જગ્યાએ ભીખ માગીને ગુજરાન ચલાવે છે.

- Advertisement -

રાજુએ આ બાબતે જણાવ્યુ હતું કે, તે પીએમ મોદીનો ભક્ત છે અને લાલુ યાદવને પોતાના પપ્પા કહે છે, ભીખ માગતી વખતે ઘણી વાર લોકો તેમને છુટ્ટા નથી તેવું કહેતા હતા જેથી તેમણે બેંકમાં ખાતું ખોલવ્યું અને લોકો જોડે ડિજિટલના મધ્યમથી QR CODE સ્કેન કરવાનું કહીને ભીખના પૈસા મોકલવાનું કહે છે. હવે રાજુ ગૂગલ-પે કે ફોન-પે સહિતના QR CODEની મદદથી ભીખ માગે છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે ઘણી તકલીફ પડી કારણ કે આધાર કાર્ડ અને પાનકાર્ડની જરૂર હતી, આધાર કાર્ડ તો હતું પણ પાનકાર્ડ ન હોવાથી નવું કઢાવ્યું હતું અને ગયા મહિને જ બેંકમાં ખાતું ખોલવ્યું હતું.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular