Saturday, April 25, 2026
HomeGeneralપેપર લીક કાંડના 2 મહિના બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત...

પેપર લીક કાંડના 2 મહિના બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું લેવામાં આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે વિપક્ષ દ્વારા જે અસિત વોરાના રાજીનામાં માટે માગ કરવામાં આવી રહી હતી તેમણે આજે રાઈનમ,ઉ આપી દીધું છે. અસિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હતા અને પેપર લીક કાંડમાં તેમનું પણ નામ ઉછળ્યું હતું. જે ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયું તેની સાથે અસિત વોરાનું કનેક્શન હતું તેવું બહાર આવ્યું હતું.



પેપર લીક કાંડ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત અસિત વોરાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાના રાજીનામની માગ કરી રહ્યા હતા. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા તેમનું રાજીનામું માગી લેવામાં આવ્યું છે અને તેમનું રાજીનામું મુખ્યમંત્રી ઓફિસ સુધી પહોંચી ગયું છે તેવી જાણકારી મળી રહી છે.

જોકે પેપર લીક કાંડ મામલે અસિત વોરાનું રાજીનામું લેવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ રીતે કહી શકાય નહીં, કારણ કે અસિત વોરાની સાથે સાથે આઈ.કે.જાડેજા અમે બળવંતસિંહ રાજપૂતની પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું માગી લેવામાં આવ્યું છે. સૂત્રોએ તેવું પણ જણાવ્યુ હતું કે ભાજપની ‘નો રિપીટ થિયેરી’ અંતર્ગત આ લોકોના રાજીનામાં લેવામાં આવ્યા છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular