Saturday, April 25, 2026
HomeGeneralરાજકોટ: 12 કરોડની જમીન અને વચ્ચે પડ્યા ક્રાઈમ બ્રાન્ચના PSI, 35 લાખમાં...

રાજકોટ: 12 કરોડની જમીન અને વચ્ચે પડ્યા ક્રાઈમ બ્રાન્ચના PSI, 35 લાખમાં ખિસ્સું ગરમ કર્યાનો આક્ષેપ

- Advertisement -

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ.રાજકોટ):: રાજકોટ પોલીસ કમિશનર પર ધારાસભ્ય અને સાંસદના ટકાવારી લઈ હવાલાના આરોપ બાદ હવે રાજકોટના વેપારીઓની હિંમત ખૂલી ગઈ છે. એકાએક વેપારીઓ મીડિયા સમક્ષ આવીને પોલીસ તોડબાજી પ્રકરણ જાહેર કરી રહ્યા છે. આજે એક જ દિવસમાં બે લોકોએ મીડિયા સમક્ષ આવીને રાજકોટ પોલીસ પર આક્ષેપો કર્યા છે. બીજી બાજુ રાજકોટમાં 75 લાખના તોડકાંડ મુદ્દે બદલીઓનો દોર પણ શરૂ થઈ ગયો છે.



રાજકોટના તોડબાજી પ્રકરણ અંગે દિપક મોતીભાઈ રાઠોડએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, કુવાડવા રોડ સ્થિત પટેલ વિહારની પાછળ અમારી પાસે હોટલ હતી, જે અમારી રોજી રોટી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હવાલો લઈ ઉપરથી આદેશ છે કહીને હોટલ તોડી પાડવા માટે ખાલી કરાવતા હતા. આ જગ્યા પર મનાઈ હુકમ અને સ્ટે હોવા છતાં અમને હેરાન કરતાં હતા. અમને સવારે લઈ જતાં અને સાંજે પાછા મૂકી જતાં હતા. આવી રીતે એક-બે મહિના સુધી પીએસઆઇ ઉપેન્દ્ર જોગરાણા હેરાન ગતિ કરતાં હતા. અમને પૈસા લઈને જગ્યા પરથી નીકળી જવા કહેતા હતા.

વધુમાં જણાવતા કહ્યું કે, પીએસઆઇ ઉપેન્દ્ર્ર જોગરાણા સાહેબ જોડે લઈ જવાનું કહીને પીઆઇ ગઢવી પાસે લઈ જતાં હતા. જેમણે ન બોલવાનું પણ બોલતા હતા જે સહન પણ થતું ન હતું. આ બધુ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. છેલ્લો એક મહિનો તો એટલી હદે હેરાન કર્યા છે કે મારા મોટાભાઈએ દવા પીવાનો નિર્ણય કરી લીધો હતો. અમને જે ન્યાય આપશે તેમને ભગવાન માનીશું. આ લોકોની બદલી નહીં સસ્પેન્ડ થવા જોઈએ તો સરકાર સાચી કહેવાય, બાકી સસ્પેન્ડ ન કરે તો સરકાર પણ સાથે છે તેવું નક્કી થાય.



આ જગ્યા ઓછામાં ઓછી 10થી15 કરોડની હતી. જે મારા મોટાભાઈની હતી. અત્યારે આ જગ્યા દુષ્યંત મહેતાના નામની છે જેમણે જબરજસ્તી દસ્તાવેજ કરાવી લીધો હતો. દુષ્યંત મહેતાનો માત્ર નામનો દસ્તાવેજ હતો પરંતુ પિક્ચર પાછળ જી.એમ.શાહનો દિકરો દિવ્યેશ શાહ અને રાજૂ ધ્રુવ હતા. રાજકારણીઓ અને પોલીસ ખાતા વાડા એક થઈને અમારી પાછડ પડી ગયા હતા. કમિશનરનો કોઈ રોલ હોય તો જ આ પ્રકારે ચાલતું હોય ને.

- Advertisement -

આ બાબતે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેમણે પીઆઇ ગઢવીને આ મેટર વિષે પૂછ્યું હતું. ત્યારે ગઢવીએ કહ્યું હતું કે આ ઉપરથી આવેલું કામ છે. ત્યાર બાદ અમને અંદર પૂરીને લેન્ડ ગ્રેબિંગ કરી દેવાની વાતો કરતાં હતા.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular