Saturday, August 1, 2026
HomeGujarat8 દિવસના નવજાત શિશુ સાથે દંપતી પકડાયું અને આદિવાસી પંથકના નવજાત બાળકોને...

8 દિવસના નવજાત શિશુ સાથે દંપતી પકડાયું અને આદિવાસી પંથકના નવજાત બાળકોને વેચતી ટોળકીનો વડોદરા ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ

- Advertisement -

Racket of selling newborn babies exposed in Gujarat : નવજાત શિશુ/બાળકો વેચવાના અનેક કૌભાંડનો ગુજરાત પોલીસ પર્દાફાશ કરી ચૂકી છે. ગુજરાતના આદિવાસી વિસ્તારો તેમજ દારૂણ સ્થિતિમાં જીવન ગાળતા દંપતીઓને ટાર્ગેટ કરી કેટલાંક એજન્ટો બાળકો વેચવાનો કારોબાર (Child trafficking gangs active in Gujarat) ચલાવી રહ્યા છે. બાળકોના ગેરકાયદેસર ખરીદ-વેચાણ કરતી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની ટોળકીઓ ઝડપાઈ ચૂકી છે. આમ છતાં રાજ્યમાં નવજાત શિશુ વેચવાના રેકેટને Gujarat Police રોકી શકતી નથી. વડોદરા ક્રાઈમ બ્રાંચે આવા જ એક રેકેટનો પર્દાફાશ (Vadodara Crime Branch busts child trafficking racket) કરી બચાવી લેવાયેલા નવજાત શિશુના પિતા, દલાલો સહિત 7 લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામે આવેલી હકિકત ચોંકાવનારી છે. બાળકોને ખુદના મા-બાપ રૂપિયા માટે વેચી દેતા હોય ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવી પોલીસ માટે મુશ્કેલ બને છે. અત્રે નોંધનીય છે કે, સાબરકાંઠાના પોશીના તાલુકામાં રહેતા ગરીબ પરિવારો રૂપિયા માટે પોતાના નવજાત શિશુ વેચી રહ્યા છે.

બાળકો વેચતી ટોળકીની ધરપકડ

- Advertisement -

વડોદરા ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી (PI S M Gameti) ની ટીમને એક નાની એવી માહિતી મળે છે કે, નેશનલ હાઇવે 48 પર આવેલી લેઝન્ડ હોટલ પાસે ઉભી રહેલી ખાનગી બસમાં એક તાજા જન્મેલા બાળકને દંપતી વેચવા માટે લઈ જઈ રહ્યું છે. જે માહિતીના આધારે પોલીસ ટીમે બસમાં તપાસ કરતા પાટણના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામના મનોજ કેશાભાઈ રાવળ અને મનોજની પત્ની વીણાબહેન બે બાળકો સાથે મળી આવ્યા હતા. નવજાત શિશુ અંગે રાવળ દંપતીની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને નવજાત બાળકને મુંબઈ ખાતે સોહિલ અલ્લાહબક્ષ હુસેન નાદાબ ઉર્ફે ડોક્ટર (રહે. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) ને આપવા જતા હોવાની કબૂલાત કરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાંચે જુદીજુદી ટીમો બનાવી દલાલ સુનિલ ધૂળાભાઈ રાવળ (વીણાનો ભાઈ), દલપત રાવળ, રાજસ્થાનનો નગીન ભગોરા ઉર્ફે નગો, શ્રવણ પારગી અને નવજાત શિશુના પિતા લક્ષ્મણ મોતાભાઈ મૂળીની ધરપકડ કરી છે.

કોણ વેચે છે નવજાત શિશુ ?

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર પોશીના તાલુકાના ઘંછાલી ગામ તેમજ આસપાસના ગામોમાં રૂપિયાની જરૂરિયાત ધરાવતા પરિવારોનો દલાલો સંપર્ક કરે છે. ઉપરોક્ત કિસ્સામાં 3 લાખ રૂપિયામાં બાળક વેચવાનો સોદો કરાયો હતો. જેમાં 2 લાખ બાળકના માતા-પિતાને આપવાના હતા. જ્યારે રાવળ દંપતીને બાળક મુંબઈ પહોંચાડવા બદલ 20 હજાર તેમજ સુનિલને 10 હજાર આપવાનું નક્કી થયું હતું. જે નવજાત શિશુનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું તે સિવાયના અન્ય ત્રણ બાળકોને છેલ્લાં દોઢ મહિનામાં કવિતા, શીતલ અને પ્રવિણ નામના એજન્ટને ગુજરાત-રાજસ્થાનની દલાલ ટોળકીએ વેચી માર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular