Jantar Mantar Protest ‘Maaffi’ Mafia: જંતર-મંતર આંદોલનમાં ઘણા Gen-z જ નહીં બીજી ઘણી જનરેશન ન્યાય માટે દોડી આવી હતી. આ દરમિયાન બાળકોએ નરેન્દ્ર મોદીને ભરપૂર ગાળો આપી. જોકે તે બાબત અયોગ્ય છે પરંતુ તેને લઈને હાલમાં જ વડાપ્રધાને કહ્યું કે હું તેમને માફ કરું છું પરંતુ જ્યારે થોડી જ વારમાં એક 15 વર્ષની દીકરીની માફીનો વીડિયો સામે આવ્યો, ઘણા અન્ય બાળકોના વીડિયો સામે આવ્યા જેમાં તેઓને માફી માગવા, તેમના અકાઉન્ટ્સ સાથે હેરાનીથી તેઓ પરેશાન થઈ રહ્યા છે તેઓ પોતાને પ્રતાડીત કરવામાં આવતા હોવાની પણ વાત કરી રહ્યા છે. તેવા સંજોગોમાં ચર્ચા ફરી શરૂ થઈ કે શું નરેન્દ્ર મોદીને ગાળો ભાંડનારને ખરેખર માફ કરવામાં આવ્યા કે પછી તેમને દમ-દાટી આપીને માફી માગવા મજબૂર કરાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર રીતસર આ દીકરીની માફીના વીડિયો સાથે વિવિધ પોસ્ટ કરીને જશ્ન મનાવાઈ રહ્યો છે.
આ 15 વર્ષની દીકરીનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભરપૂર વાયરલ થઈ રહ્યો છે. જોકે અમે અહીં આપને તે દીકરીને નહીં બતાવીએ કારણ કે તે હજુ નાની બાળકી છે. જેમણે આ દીકરીનો વીડિયો વાયરલ કર્યો છે તેમણે એટલા પણ સંસ્કાર બતાવ્યા નથી કે તેઓ તેને બ્લર કરી શકે. જોકે જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે તે બાળકીનો ગાળો ભાંડતો વીડિયો પણ બ્લર નહોતો કરાયો. હવે માફી માગી રહી છે ત્યારે તેમાં પણ ચહેરો દેખાઈ રહ્યો છે. આ દીકરી નજર ઉઠાવી શકતી નથી તેવી તેની હાલત થઈ છે. આ બાબતને લઈને અભિષેક દિપકેએ વાત કરી છે. જુઓ તે શું કહે છે.
આ જ બાબતને લઈને AISA ની સભ્ય અને જંતર મંતર આંદોલનનો ચહેરો બનેલી નેહાએ પણ વાત કરી છે જુઓ તે શું કહે છે.
જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ પણ વાત કરી છે જુઓ તે શું કહે છે.








