Sunday, June 28, 2026
HomeGujaratઅરવલ્લી: LCB પોલીસે આંતરાજ્ય પશુ ચોર ગેંગના બે પશુ ચોરને પીકઅપ ડાલા...

અરવલ્લી: LCB પોલીસે આંતરાજ્ય પશુ ચોર ગેંગના બે પશુ ચોરને પીકઅપ ડાલા સાથે ધનસુરા નજીકથી દબોચ્યા, ૪ ગુનાનો ભેદ ઉકેલાયો 

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લોકો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને જીલ્લામાં અનેક પશુ ચોર ટોળકીઓ સક્રીય થતા પશુપાલકોની ઉંઘ ઉડાડી દીધી છે. અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ધનસુરા-બાયડ વિસ્તારમાં પશુની તસ્કરી કરવા પીકઅપ ડાલા સાથે ધનસુરા નજીકથી પસાર થતા આંતરરાજ્ય પશુ ચોર ટોળકીના બે આરોપીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ૪ પશુ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી પશુ તસ્કરીમાં સંડોવયેલ ત્રણ રાજસ્થાની અને એક મહારાષ્ટ્રીયન પશુ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ધનસુરા-બાયડ તાલુકામાં પશુ ચોરીની ઘટનાઓમાં વધારો થતા અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારો સક્રિય કરી સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથધરતા પીઆઇ સી.પી.વાઘેલાને પશુ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓ ધનસુરા તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે રોડ પર વોચ ગોઠવી બાતમી આધારીત પીકઅપ ડાલુ આવતા અટકાવી પીકઅપ ડાલાના ચાલક સુનિલ લક્ષ્મણ રાઠવા અને બરકતખાન કરીમખાન મુસલમાનની સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળી ધનસુરા-બાયડ વિસ્તારમાંથી ૪ સ્થળેથી ૭ ભેંસ અને ૧ પાડીની તસ્કરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે પીકઅપ ડાલુ, બે મોબાઈલ, રોકડ મળી કુલ. રૂ.૪૧૧૨૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને પશુ ચોરને ધનસુરા પોલીસ સ્ટેશનને સુપ્રત કરી પશુ તસ્કરીમાં સંડોવાયેલ ૪ આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

LCB પોલીસે આંતરરાજ્ય પશુ ચોર કોણ કોણ વાંચો 

૧) બરકતખાન કરીમખાન મુસલમાન (રહે, આંટા, બાડમેર-રાજસ્થાન)

૨)સુનિલ લક્ષ્મણ રથવા (રહે, સખાનદ્રા, છોટા ઉદેપુર-ગુજરાત)

- Advertisement -

આંતરરાજ્ય પશુ તસ્કરીના વોન્ટેડ આરોપીઓ 

૧) નિઝામખાન હાજીગવર મુસલમાન 

૨) સદ્દામહુસેન સાયરહુસેન મુસલમાન (બંને રહે, કચ્ચી બનીયોકી બસ્તી દેરાસર, બાડમેર-રાજસ્થાન)

- Advertisement -

૩) હાસીમખાન કરીમખાન મુસલમાન (રહે, આંટા, બાડમેર-રાજસ્થાન)

૪)હાસીમ (રહે, મહારાષ્ટ્ર)

પશુચોર ટોળકીએ કયા કયા વિસ્તારમાંથી પશુ ચોર્યા 

૧) બાયડ રડોદારા નજીકથી બે ભેંસ રૂ.૧.૩૦ લાખ 

૨) બાયડ કસ્બા વિસ્તાર માંથી બે ભેંસ અને એક પાડી રૂ.૮૦૦૦૦/- 

૩) ધનસુરા બારનોલી ગામમાંથી એક ભેંસ રૂ.૬૦૦૦૦/-

૪) ધનસુરા નજીક તબેલામાંથી બે ભેંસ રૂ.૯૦૦૦૦/- 

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular