Monday, July 27, 2026
HomeGeneralભરુચ: વાહન ચાલક પાસેથી શહેરમાં એન્ટ્રીના નામે તોડબાજી કરતો TRB જવાન ACBના...

ભરુચ: વાહન ચાલક પાસેથી શહેરમાં એન્ટ્રીના નામે તોડબાજી કરતો TRB જવાન ACBના હાથે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરુચ: ગુજરાતમાં ટીઆરબી જવાન દ્વારા તોડબાજી થતી હોવાની અનેક ઘટના પ્રકાશિતમાં આવતી હોય છે. ત્યારે આજે ભરુચમાં ટીઆરબી જવાને તોડબાજી કરવું ભારે પડી ગયું છે. એસીબીએ ડીકોય છટકુ ગોઠવતા ટીઆરબી જવાન તોડબાજી કરતાં ઝડપાઇ ગયો છે.



પ્રાપ્ત વિગત અનુસાર, ટીમ વડોદરા એસીબીને આધારભુત માહિતી મળી હતી કે વડોદરા-સુરત એક્સપ્રેસ હાઇવે પર આવતા વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ભરૂચ તેમજ ભરૂચ જિલ્લાના તમામ ટ્રાફીક પોઈન્ટ, પોલીસ પોઇન્ટના પોલીસ માણસો તથા ટી.આર.બી. અને હોમગાર્ડના માણસો માલવાહક/પેસેન્જર વાહન ચાલકોને રોકી તેઓ પાસેથી એન્ટ્રીના નામે રૂ.૧૦૦/- થી રૂ.૧૦૦૦/- સુધીની લાંચની માંગણી કરી પૈસા પડાવે છે.

આધારભુત માહિતીની ખરાઈ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકાર આપનાર ડીકોયરના ટેમ્પાને વડોદરા થી ભરૂચ એકસપ્રેસ હાઇવે પર આવ્યો હતો. તે દરમિયાન રાજપીપલા ચોકડીના બ્રીજ નીચે આવેલા ટ્રાફીક પોઈન્ટના ફરજ પરના મનિષભાઈ ગુમાનભાઈ પટેલ ટી.આર.બી. જવાને પંચની હાજરીમાં ડીકોયરના છોટા હાથીને રોકી ડિકોયર પાસેથી રૂ.૧૦૦/-ની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.



- Advertisement -


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular