Sunday, June 28, 2026
HomeGeneralગોતા પાર્કિંગ પ્લોટ આગ: આગમાં બળી ગયેલા વાહનોના વળતર માટે અધિકારીઓએ મૌન...

ગોતા પાર્કિંગ પ્લોટ આગ: આગમાં બળી ગયેલા વાહનોના વળતર માટે અધિકારીઓએ મૌન સેવયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા AMCના પાર્કિંગ પ્લોટમાં આગ લાગવાના કારણે અંદાજિત 36 જેટલા વાહનો આગમાં બળીને રાખ થઈ ગયા હતા. ત્યારે મધ્યમ વર્ગીય લોકો તેમના બળી ગયેલા વાહનનું વળતર મેળવવા માટે અધિકારો જવાબ આપતા ન હોવાનું સામે આવી રહ્યું છે.



અમદાવાદમાં રહેતા સામાન્ય માણસો નોકરી દૂર હોવાના કારણે આ પાર્કિંગ પ્લોટમાં વાહન મૂકીને જતાં હતા. જે લોકોના વાહનો બળી ગયા છે તેમને કોઈ વળતર આપવામાં આવશે કે નહીં તે બાબતે એએમસીના સત્તાધીશો કે અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. AMCના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હોવાથી તમામ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશને જેને કોન્ટ્રાકટ આપ્યો હોય તેની હોય છે અને જો કોન્ટ્રાક્ટ ન હોય તો આ જવાબદારી કોની?. જેના કારણે લોકો વળતર મેળવવા બાબતે મુંજવળમાં મુકાયા છે.

AMC દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટની સુવિધા આપવામાં આવી છે. જે પાર્કિંગ પ્લોટ માટે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાકટને આપવામાં આવે છે. ટેન્ડરના નિયમ મુજબ પાર્કિંગ પ્લોટમાં વાહનમાં આગ લાગે અથવા કોઈ ઘટના બને અને વાહનોને નુકશાન થાય તો તેની જવાબદારી કોન્ટ્રાકટની હોય છે. ગોતા વિસ્તારમાં AMCના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી તે ટેન્ડરથી કોન્ટ્રાકટને ફાળવ્યો છે. જો કે વળતર બાબતે એસ્ટેટ વિભાગના અધિકારીઓ જવાબ ન આપતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.



સમગ્ર બાબતે સામાજિક કાર્યકર રોહિત પટેલે કહ્યું હતું કે નોકરીયાત વર્ગના માણસોને વાહનની ખૂબ જ જરૂર હોય છે. આ આગની ઘટનામાં વાહનની નંબર પ્લેટ પણ કોઈની મળી નથી એટલી હદે આખા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જેથી જે પણ ઇન્શ્યોરન્સ કંપનીનો વીમો હોય તે કંપનીએ ઝડપથી તેઓને વળતર ચૂકવી આપવામાં આવે. જે પણ વાહન માલિકોના વાહનો આગમાં રાખ થઈ ગયા છે. તે વાહનોના ઇન્સ્યોરન્સ હોય તો તેને ઝડપથી વળતર મળે તેવી માંગ કરી છે.

- Advertisement -


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular