Sunday, October 25, 2026
HomeGujaratવલસાડ જિલ્લામાં ભાંગ મિશ્રિત નશાની ગોળીઓના કરોડોના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ, 14 કરોડની...

વલસાડ જિલ્લામાં ભાંગ મિશ્રિત નશાની ગોળીઓના કરોડોના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ, 14 કરોડની 2,778 કિલો ટેબ્લેટ સાથે 3ની ધરપકડ

- Advertisement -

Valsad police seized narcotic pills worth crores : નશાયુક્ત સિરપ, પડીકી અને ગોળીઓ ગુજરાતમાં ઠેર-ઠેર વેચાય છે અને પોલીસ પકડી પણ રહી છે. નશાનો વેપાર એટલી હદે વકર્યો છે કે ગરીબથી લઈને શ્રીમંત વર્ગ આ ચુંગાલમાં ફસાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં લાંબા સમયથી ચાલતા પાનના ગલ્લે આનંદ મુનક્કા (Anand Munakka) ના નામે 10 રૂપિયામાં ભાંગ મિશ્રિત 2 ગોળીઓ વેચવાના કારોબારનો વલસાડ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. વલસાડ એસઓજી (Valsad SOG) અને જિલ્લા ANW એ નશાના વેપારનો પર્દાફાશ કરી 3 આરોપીઓને ઝડપી લઈ 13.89 કરોડના મૂલ્યની 2,778 કિલો ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે નોંધેલા બે અલગ અલગ કેસમાં કુલ ત્રણ આરોપીઓને વોન્ટેડ દર્શાવ્યા છે.

પોલીસે કેવી રીતે રેકેટનો કર્યો પર્દાફાશ ?

- Advertisement -

વલસાડના વાપી તાલુકામાં શ્રમિક વર્ગના લાકો પાનના ગલ્લે મળતી 10 રૂપિયાની ગોળીઓ ખરીદી નશો કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ મામલે પ્રાથમિક તપાસમાં જાણકારી મળી હતી કે, નશાયુક્ત ગોળીમાં 15 ટકા ભાંગ છે. જેથી વલસાડ જિલ્લા પોલીસે પાનના ગલ્લે નશાયુક્ત ગોળીઓ સપ્લાય કરનારા પાન/સોપારી/કાથાના હોલસેલ વેપારી અમીન મોહમ્મદ બાસુ ખાન (રહે. છીરી ગામ, તા.વાપી મૂળ રહે. ઝારખંડ)ના નિવાસસ્થાને દરોડો પાડી 387.750 કિલો ગોળીઓ કબજે કરી હતી. નશાયુક્ત ગોળીઓ સપ્લાય કરનારા પ્રદીપ વર્મા ઉર્ફે મન્નુ (રહે. દાદરાનગર મૂળ રહે. ઉત્તરપ્રદેશ)ને ઝડપી લઈ દાદરાનગર ખાતે આવેલી એક દુકાનમાંથી 2,147.35 કિલો ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે UPના અનુરાગ ગુપ્તા અને મુંબઈના સલમાન સિદ્દીકીને ડુંગરા પોલીસે (Dungra Police) ફરાર દર્શાવ્યા છે. આ ઉપરાંત વાપી પંથકના ડુંગરા ખાતે રહેતા કાર્તિક બિસ્વાલ ઉર્ફે પપ્પુ (મૂળ રહે. ઓરિસ્સા)ના ઘરે દરોડામાં 243.670 કિલો નશાયુક્ત ગોળીઓ મળી આવી છે. કાર્તિકની પૂછપરછમાં બનમાલી પાતરા નામના શખ્સની માહિતી સામે આવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

UPથી વાયા મુંબઈ થઈને આવે છે નશાયુક્ત ગોળીઓ

ગુજરાતમાં ભાંગ પ્રતિબંધિત છે. જ્યારે દવા તરીકે ઉપયોગમાં લેવા માટે ઉત્તરપ્રદેશમાં ભાંગ મિશ્રિત ગોળી બનાવવાની મંજૂરી મળે છે. આવી જ એક પ્રોડક્ટ આનંદ મુનક્કાના વિતરક ઉત્તરપ્રદેશ ખાતેથી દવાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાજ્ય બહાર મોકલે છે. ભાંગ ગુજરાતમાં પ્રતિબંધિત હોવાથી આ ગોળીઓનો જથ્થો ટ્રાન્સપોર્ટ કંપનીઓ દ્વારા મોકલી શકાય તેમ ન હોવાથી તેને પહેલાં મુંબઈ ખાતે મોકલવામાં આવે છે અને ત્યાંથી નાના જથ્થામાં વિભાજીત કરી ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular