નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : આવનારા દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) મેયર સહીતના પદાધિકારીઓના અઢી વર્ષની ટર્મ પુરી થવા જઈ રહી છે. જે માટે ગઈ કાલે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરીની બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચુંટણીમાં નોરીપીટ થિયરીનો અમલ થશે. જે બાદ મલાઈદાર હોદ્દો લેવા માટે લાંબા સમયથી લોબીંગ કરી રહેલા ભાજપના જ લોકોના ચહેરા ઉતરી ગયા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ (BJP) અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના 15 સભ્યોના નામ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપની નો-રિપીટ થીયરીની અમલવારી જોવા મળી છે.
આવનારા દિવસોમાં ગુજરાતમાં પાલીકા-પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપે કમર કસી નિરક્ષકોની નિમણૂક કરી નામ મગાવવામાં આવ્યા હતા. બાદમાં ગઈ કાલે યોજાયેલી પ્રદેશ પ્રાર્લામેન્ટરીની મિંટીગ બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સંસ્થાઓમાં ટોચના હોદ્દા માટે નામો ફાઈનલ કરતી વખતે નો રિપીટ નીતિને અનુસરવાનું નક્કી કર્યું છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ‘નો-રિપીટ’ નીતિ અપનાવી નવાને વ્યક્તિઓને તક આપશે. તે પ્રમાણે આજે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના 15 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે.
કોણ છે આ AMCની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો.
આજે જાહેર કરવામાં આવેલા નામોમાં જતીન પટેલ, પ્રિતેશ મહેતા, પ્રદીપ દવે, દેવાંગ દાણી, મેહુલ શાહ, વિજય પંચાલ, પંકજ ભટ્ટ, બકુલા બેન, દશરથ પટેલ, ઓમ પ્રકાશ બાગડી, આરતી બેન, જિગીશા સોલંકી, વિપુલ પટેલ, માનસી સોલંકી, ગિરીશ પટેલ છે.
પરતું મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકના નામ પર સોમવારના રોજ સત્તાવાર મહોર લાગશે અને જાહેર થશે. સાથે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના નામોની યાદીને જોતા જતીન પટેલ, પ્રિતેશ મહેતા અને દેવાંગ દાણીમાંથી કોઇ એક કમિટીના ચેરમેન બને તેવી શક્યતા સેવાઈ રહી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








