CJP Protest in Mumbai CEC Gyanesh Kumar Elections in India Narendra Modi and Amit Shah: દિલ્હીના જંતરમંતરમાં સફળ આંદોલન કોક્રોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું જેમાં તે સમયના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામુ આપવું પડ્યું હતું. જોકે હવે જ્યારે ચૂંટણી જીતવા માટે ભાજપ પર જોરદાર આરોપો લાગી રહ્યા છે, વડાપ્રધાન પર આરોપો લાગી રહ્યા છે. જેમાં ચીફ ઈલેક્શન કમિશનર દ્વારા કોઈને કોઈ નિર્ણય કરીને ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવા કામ કરાયા હોવાના આરોપો લગાવ્યા છે ત્યારે ફરી એક વાર CJP એ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે અલ્ટિમેટમ આપ્યું છે અને હવે આ મામલામાં આગામી સમયમાં તેઓ મુંબઈમાં વિરોધ પ્રદર્શનો કરવાના છે.
જોકે તેને લઈને ઘણાને સવાલ ઊભો થયો છે કે મુંબઈ જ કેમ? કેમ ફરી દિલ્હી નહીં? જેને લઈને હાલમાં જ ડેક્કન હેરાલ્ડના પત્રકારે કરેલા સવાલમાં ત્વરિત જવાબ આપતા અભિજીત દીપકેએ કહ્યું કે, આ બધું શરૂ જ મુંબઈથી થયું હતું.
તેમણે કહ્યું કે, “આ કૌભાંડની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી… ૨૦૨૪માં (લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વચ્ચે) ૩૯ લાખ મતદારોનો વધારો થયો હતો, અને હવે SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) પછી લગભગ ૨.૦૭ કરોડ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે,” તેમ દીપકેએ જણાવ્યું હતું.
દીપકેએ એ વાત પણ કરી કે કેવી રીતે બે સ્થાનિક પાર્ટીઓને તોડી પડાઈ તેમણે આ અંગે શિવ સેના અને NCP નું ઉદાહરણ આપ્યું જે ભાજપ દ્વારા અલગ કરાઈ.
ઉલ્લેખનીય છે કે જૂન-જુલાઈ ૨૦૨૨માં એકનાથ શિંદેએ તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મહા વિકાસ અઘાડી સરકારને પલટી નાખી હતી, જ્યારે એક વર્ષ બાદ જૂન-જુલાઈ ૨૦૨૩માં અજિત પવારે શરદ પવાર સામે બળવો કર્યો અને સત્તાધારી મહા યુતિમાં જોડાયા. હાલમાં શિંદે અને પવારના પત્ની સુનેત્રા પવાર અનુક્રમે “અસલી” શિવ સેના અને એનસીપી (NCP)નું નિયંત્રણ સંભાળે છે, જ્યારે ઠાકરે અને પવાર હવે શિવ સેના (UBT) અને એનસીપી (SP)નું નેતૃત્વ કરે છે.
“૨૦૨૨થી અત્યાર સુધીમાં ૧૧૧ જેટલા સાંસદો અને ધારાસભ્યોએ પક્ષ બદલ્યા છે… જેમાંથી ૯૯ સભ્યો ભાજપ અથવા તેના સહયોગી પક્ષોમાં જોડાયા છે. ચૂંટણી પંચ (ECI) અને અદાલતની મદદથી પ્રાદેશિક રાજકીય તાકાતોને તોડી પાડ્યા બાદ, ભાજપ ‘છદ્મ-પ્રાદેશિક’ (pseudo-regional) વિકલ્પો ઊભા કરવા માટે પ્રોક્સી પક્ષો બનાવી રહ્યું છે; આ એવા પક્ષો છે જે દેખાવમાં પ્રાદેશિક લાગે છે પરંતુ અંતે ભાજપના હિતોનું જ જતન કરે છે. શિવ સેના, એનસીપી અને એનસીપીઆઈ (NCPI) તેના સ્પષ્ટ ઉદાહરણો છે,” તેમ દીપકેએ જણાવ્યું હતું.








