નવજીવન ન્યૂઝ. બનાંસકાંઠા: ગઈ કાલે મોડી રાત્રે બનાંસકાંઠાના (Banaskantha) ચડોતર ગામના ઓવરબ્રિજ પર કર્મચારી પાસેથી 10 કિલો સોનાની લૂંટ (Gold Loot) થઈ હતી. જેની કિંમત અંદાજીત હાલના માર્કેટ વેલ્યુ પ્રમાણે જોવા જઈએ તો તેની કિંમત 6 કરોડને પણ આંબી જાય છે. તે બાદ પોલીસે સમગ્ર જિલ્લાને હાઈ એલર્ટ મોડમાં કોર્ડન કરી દીધું હતું. દરમિયાન પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે (Patan LCB) લૂંટમાં સંડોવાયેલા 6 ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. તેમજ પોલીસે સમગ્ર લૂંટનું સોનું કબજે કરી લીધું છે. હાલ સુધીમાં 8માંથી 6 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના 2 ફરાર ગુનેગારોને પકડવાના બાકી છે.
ધટનાની વિગતો અનુસાર, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામના ઓવરબ્રિજ પર અમદાવાદના પ્રખ્યાત રિષભ જ્વેલર્સના કર્મચારીઓ પાસે રહેલા સોનાના દાગીના કારમાં લૂંટી લેવામાં આવ્યા હતા. આ અજાણ્યા લૂંટારુઓ પોલીસની વિગતો પ્રમાણે 3 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ થયા હતા. બનાસકાંઠાના પાલનપુરના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ભોગ બનનારના જાણવ્યા મુજબ તેના શેઠના કહેવાથી અમદાવાદ રૂષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોનાના દાગીના લઈને ડીસા પહોંચ્યા હતા અને ત્યાંથી કામ પતાવીને તેઓ પોતાની સ્વિફ્ટ કારમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે ચડોતર ગામના ઓવર બ્રિજ પાસે એક ગ્રે કલરની ઈનોવા કારના ચાલકે તેમને રોક્યા હતા અને તેઓ કંઈ સમજે તે પહેલા ત્રણ લૂંટારુઓ કારમાં સવાર થઈ ગયા હતા. તેઓને કારમાં ડરાવ્યા બાદ 3 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગુનેગારો ચડોતરથી ગઢ તરફ જતા રોડ પરથી નાસી છૂટ્યા હતા. જો કે ઘટનાની માહિતી મળતા બનાસકાંઠા એસપી સહિત પોલીસની જુદી-જુદી પાંચ તપાસ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે સ્થાનિક ક્રાઈમ બ્રાંચની ટીમ લૂંટારાઓને ઓળખવામાં વ્યસ્ત હતી અને પોલીસે સમગ્ર જિલ્લાને હાઈ એલર્ટ મોડમાં કોર્ડન કરી લીધું હતું.
જ્યારે પોલીસે વાયરલેસ મેસેજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઘેરાબંધી કરી લૂંટારુ ટોળકીને શોધવા ઝુંબેશ હાથ ધરી હતી અને તેમાં પાટણ પોલીસને સફળતા મળી હતી. પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રે દરોડો પાડી આ બનાવના લૂંટારુઓને પકડી પાડ્યા હતા. જેમાં પકડાયેલા ગુનેગારો પાસેથી ઈનોવા કાર, હથિયારો અને સમગ્ર લૂંટાયેલું સોનું મળી આવ્યું છે. આ કેસમાં 8 ગુનેગારોમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પોલીસ 2ને શોધી રહી છે. પાટણ પોલીસે આ ગુનો માત્ર થોડા જ કલાકોમાં શોધી કાઢ્યો હતો.
પકડાયેલા આરોપીઓના નામ:
(1) રબારી કમલેશ મોહન
(2) ચૌધરી રોહિત દેવરાજ
(3) જોષી વિપુલ દેવચંદ
(4) ગોહિલ રમેશ શંકરલાલ
(5) દેસાઈ આનંદ ભલાભાઈ
(6) વાઢેર હિતેશ કનુભાઈ
ભાગી ગયેલાના નામ:
(1) રબારી સાગર રેવાભાઈ
(2)રબારી સુરેશ અમરતભાઈ
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








