Friday, May 1, 2026
HomeGeneralAMC હેડ ક્લાર્કને ગુજરાત હાઈકોર્ટેના આદેશ બાદ ચૂકવાયા ગ્રેડ પેના નાણાં

AMC હેડ ક્લાર્કને ગુજરાત હાઈકોર્ટેના આદેશ બાદ ચૂકવાયા ગ્રેડ પેના નાણાં

- Advertisement -

જયંત દાફડા (નવજીવન.અમદાવાદ): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે તેમના જ હેડ ક્લાર્ક તરીકે હાલ ફરજ બજાવતાં અને નિવૃત થયેલા કર્મચારીઓએ મોરચો માંડતા આખરે કર્મચારીઓની જીત થઈ છે. ગ્રેડ પે બાબતે કર્મચારીઓ સાથે અન્યાય થતાં કર્મચારીઓ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. જેમાં નામદાર હાઈકોર્ટે કર્મચારીઓને પૈસા ચૂકવવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. જેથી કોર્પોરેશનની તિજોરી પર વધુ એક ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦૦૬ થી ૨૦૧૩ દરમિયાન હેડ કલાર્કની ગ્રેડમાં નિવૃત થયેલા તેમજ હાલ ફરજ બજાવતાં કર્મચારીઓને ગ્રેડ પે ૨૮૦૦ રૂપિયા આપવામાં આવતો હતો અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૪થી રાજ્ય સરકારના ધોરણે ૪૨૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. જો કે ચાલુ કર્મચારીને ૨૦૧૩થી નવો ગ્રેડ પે મળ્યો હતો અને નિવૃત્ત કર્મચારીને ૨૦૧૪થી મળ્યો હતો. જેના વિરોધમાં પંકજભાઈ પટેલ, અમરીશ ત્રિવેદી અને નિવૃત હેડ ક્લાર્ક ધનજીભાઈ મકવાણા સહિત ૪૦૦ લોકોએ પિટિશન દાખલ કરી હતી.

- Advertisement -




હાઇકોર્ટમાં ગ્રેડ પે મામલે જૂન ૨૦૧૯ હીયરિંગ પૂરું થયું હતું. ત્યાર બાદ એક વર્ષ પછી નામદાર હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલ ફરજ બજાવતાં અને નિવૃત થયેલા હેડ ક્લાર્કને તા.૧/૧/૨૦૦૬ થી ગ્રેડ પે ૪૨૦૦ લેખે ૬ ટકા વ્યાજ સાથે ચુકવણી કરવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાની અમલવારી અત્યારે કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના અંદાજિત ૪૦૦ જેટલા કર્મચારીને સીધા તેમના બેંક ખાતામાં જ પૈસા જમા કરવામાં આવ્યા છે. જો કે હજી વ્યાજની ચુકવણી કરવાની બાકી છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular