Friday, November 8, 2024
HomeGeneralપંચમહાલ: અભયમ 181 મહિલા હેલ્પલાઇન કોલ દ્વારા 6562 મહિલાઓને મદદરૂપ સહાયરૂપ બની

પંચમહાલ: અભયમ 181 મહિલા હેલ્પલાઇન કોલ દ્વારા 6562 મહિલાઓને મદદરૂપ સહાયરૂપ બની

- Advertisement -

નવજીવન. ગોધરા: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભ યમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરે છે. જી.વી.કે ઇ .એમ .આર.આઇ દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સંચાલન કરવામાં આવી છે. કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નોમાં તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે. તાલીમી મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્નને અસરકારકતાથી કાઉન્સિલિંગ દ્વારા હલ કરવામાં આવે છે. અને પારિવારિક બિન જરૂરી તકરારમાં સમાધાન કરાવવામાં આવે છે પરતું ઘણા સમયથી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે. કિશોરીઓ, યુવતીઓ, પરણીત મહિલાઓ કે સિનિયર સિટીઝનને વિનામૂલ્યે સેવા પહોચાડવામાં આવી છે. આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકારના મહિલા લક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની દિશામાં કાર્યરત છે.



- Advertisement -

વર્ષ ૨૦૨૧ દરમિયાન પંચમહાલ જિલ્લા માંથી કુલ ૬૫૫૨ જેટલા મહિલાઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કર્યા હતા. જેમાંથી ખુબ જ ગંભીર પ્રકારના ૧૨૭૩ જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભ યમ રેસ્ક્યુ ટીમદ્વારા મદદ પહોચાડવામાં આવી હતી.

વર્ષ દરમિયાન ૮૧૯ જેટલા કેસમાં સમાધાન તેમજ ૨૯૨ જેટલા કેસમાં જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયા છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારના અન્ય વિભાગોમાં અને પરિવારને હેન્ડઓવર કરવામાં આવેલ છે. આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાતની મહિલાઓની સાચી સખી સહેલી તરીકે દિન પ્રતિદિન વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહ્યુ છે .



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular