નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનો રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) એ લોકો માટે આર્કષણનું કેન્દ્ર બન્યું છે. દૂર-દૂરથી લોકો અહીંયાં હરવા ફરવા માટે આવતા હોય છે. શહેરીજનો તેમ જ સહેલાણીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડિવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા અવનવા પ્રોજેકટો અમલમાં મૂકવામાં આવતા હોય છે. થોડા સમય પહેલાં જ અમદાવાદીઓને એડવેન્ચર મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા એક ખાનગી કંપનીને કાયાકિંગ પ્રકારના બોટિંગ (Kayaking Boating Adventure)માટે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad) ખાતે છેલ્લા 5 મહિનાથી ચાલતાં આ પ્રકારના એડવેન્ચર આપણને ગોવા, કેરળ, તેમજ વિદેશમાં જોવા મળતાં હોય છે. તે જ એડન્વેન્ચરની મજા લોકો અમદાવાદમાં પણ માણી શકે તે હેતુથી આ પ્રોજેકટો અમલમા મૂકવામાં આવ્યો હતો. પરંતુ 5 જ મહીનામાં આ બોટ પલટી ખાઈ જવાની બીજી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારની સાંજે મહિલા તેના પરિવાર સાથે ફરવાં માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે રિવરફ્રન્ટ પર કાયાકિંગ બોટની મજા માણવા સવારી કરી હતી. બોટિંગ કરતાં સમયે પાણીના પ્રવાહથી તેમની બોટ નદીમાં પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે મહિલા પડી જતાં તેમે બૂમાબૂમ કરી હતી. જેથી બચાવ કર્મીઓ દોડી આવ્યા હતા અને મહિલાને રેસ્કયૂ કરી હતી. જોકે લાઈવ જેકેટ હોવાથી મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ સમ્રગ ઘટનાનો વિડીયો ત્યાં ઊભેલા રહેલા લોકોએ પોતાના મોબાઈલમાં બનાવી સોશિયલ મિડિયા પર વાયરલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યાં એક યુવક કાયાકિંગની મજા માણી રહ્યો હતો. ત્યારે અચાનક બોટ પાણીના પ્રવાહથી પલટી મારી જતાં યુવક નદીમાં પડ્યો હતો. જોકે ત્યાં હાજર કર્મચારી દ્વારા યુવકને બચાવી લેવાયો હતો. યુવકને બહાર કાઢી પાછો બોટમાં બેસાડી લેવાયો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








