પ્રશાંત દયાળ (શતરંજ-101, નવજીવન ન્યૂઝ): પોલીસ-રિમાન્ડ પૂરા થતા હતા. ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર કોર્ટમાં જતાં પહેલાં ડીઆઇજી વિવેક પંતને મળવા માટે આવ્યા. પંતે ફાઈલમાં સહી કરતાં ઉપર જોયા વગર જ કહ્યું, “ઠીક પરમાર કોર્ટ મેં પેશ કરને કે બાદ તુમ ખુદ હી ઉનકો જેલ મેં છોડ દેના. હેડ ક્વાર્ટર સે પુલિસ પાર્ટી બુલાને કી જરૂરત નહીં.” પંતના કાને માત્ર ‘સર’ શબ્દ જ પડ્યો. પણ પરમારે પાછા જવા માટે દરવાજો ખોલ્યો. તેનો અવાજ કાને નહીં પડતાં પંતે ઉપર નજર કરી તો પરમાર હજી ઊભા જ હતા, પરમારે પ્રશ્નાર્થ નજરે પંત સામે જોતાં કહ્યું, “સર, વો રાજસ્થાન પુલિસ કા પીએસઆઇ ઇકબાલ આપ સે અકેલે મેં કુછ બાત કરના ચાહતા હૈ.” પંતે વિચાર કરતાં કહ્યું, “અરે પરમાર, મેરે પાસ બહુત કામ હૈ. તુમ હી બાત કર લો ના.” પરમારે સ્પષ્ટતા કરતાં કહ્યું, “મુઝે માલૂમ હૈ સર. લેકિન ઉસકા આગ્રહ હૈ કિ એક બાર આપ સે મુલાકાત હો જાય તો અચ્છા હૈ.” પંતે ફાઈલ બંધ કરતાં કહ્યું, “ઠીક હૈ, જલદી બુલા લો.” પરમાર ગયા અને તરત ઇકબાલને લઈ પાછા આવ્યા. ઇકબાલે અંદર આવતાં જ સલામ કરી. પંતે કહ્યું, “કૈસે હો ઇકબાલ? ચલો આજ તો આપ યહાં સે નિકલેંગે?” ઇકબાલે હકારમાં માથું હલાવ્યું. ઇકબાલ કંઈ વાત કરવા માગે છે તે જાણવામાં પંતને ઉતાવળ હતી, એટલે તેમણે ઇકબાલ સામે જોતાં, ઇકબાલે ત્રાંસી આંખે પરમાર સામે જોતાં પરમાર સમજી ગયા કે, ઇકબાલ એકલામાં કંઈ વાત કરવા માગે છે, એટલે પરમારે જ સામે ચાલી કહ્યું, “સર, મૈં બહાર ખડા હૂં.” પરમાર બહાર ગયા અને લગભગ પંદર મિનિટ સુધી પંત અને ઇકબાલ વચ્ચે કંઈક વાતો થઈ. જ્યારે પંતે પરમારને અંદર બોલાવ્યા ત્યારે પરમારે જોયું કે ઇકબાલ પંતની સામેની ખુરશીમાં બેઠો હતો. તેણે તરત પરમારને જોતાં પોતાની આંખો લૂછી નાખી. પંતે તેની તરફ પાણીનો ગ્લાસ આગળ ધરતાં તેણે પાણી પીધું હતું.
પરમારે જોયું કે ઇકબાલે જે કહ્યું તે સાંભળી કદાચ પંતસાહેબ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમના ચહેરા ઉપર એક અજીબ પ્રકારની શાંતિ હતી. તે ઇકબાલ સામે જોઈ કંઈક વિચારી રહ્યા હતા, પણ પરમાર આવ્યા છે તેવો ખ્યાલ આવતાં તેમણે ઇકબાલ સામે જોતાં કહ્યું, “કોઈ બાત નહીં બેટા, તુમ નિકલો. અબ તુમ્હેં કોર્ટ જાના હૈ. મેરે સે જો ભી હોગા મૈં કરૂંગા, ચિંતા મત કરના.” પરમાર તરફ ઇશારો કરતાં કહ્યું, “પરમાર જેલ મેં તુમ્હારી મુલાકાત પે આયા કરેંગે, કોઈ કામ હો તો બતાના.” ઇકબાલ ઊભો થયો અને ‘જયહિંદ’ કહી તે પંતની ચેમ્બર બહાર પરમાર સાથે નીકળ્યો. તે ગયા પછી પંતની ચેમ્બરમાં નીરવ શાંતિ હતી. પંત વિચારે ચઢી ગયા. તેમની પોલીસખાતાની નોકરીમાં અનેક કેસ હૅન્ડલ કર્યા હતા, પણ આટલા ઉતાર-ચઢાવવાળો કેસ પહેલી વખત જોયો હતો. આ કેસ એક પઝલ જેવો હતો. રોજ સવારે કોઈક નવી જ વાત સામે આવતી હતી. હમણાં ઇકબાલ જે વાત કરી ગયો તેની ક્યારેય તેમણે કલ્પના જ કરી ન હતી. પરમાર ગયા પછી પંત પાછા પોતાની ફાઈલોમાં ગૂંચવાઈ ગયા. સમયનો અંદાજ જ રહ્યો નહીં. ફાઈલો બાજુ ઉપર મૂકતાં તેમની નજર બારી તરફ ગઈ. બારીની બહાર અંધારું નજરે પડ્યું. તેમણે દીવાલ-ઘડિયાળ સામે જોયું. રાતના આઠ વાગી રહ્યા હતા. આઠ વાગી ગયા! ખબર જ ના પડી. પરમારનો પણ ફોન ના આવ્યો. બધું બરાબર તો હશે? કોર્ટથી પરમાર જેલ ઉપર તો પહોંચી ગયા હશે ને! આવા અનેક વિચારો વચ્ચે તેમણે પરમારને ફોન ડાયલ કર્યો.
“સર” કહી પરમારે ફોન ઉપાડ્યો, “પરમાર, કહાં હો?” પંતનો સવાલ સાંભળતા પરમારને ફાળ પડી. વળી પાછું કંઈક થયું હશે?! પરમારે ખચકાતાં કહ્યું, “બસ સર, અભી ઘર પહુંચા હૂં.” “સબ કામ તો ઠીક હો ગયા? સબ કો જેલ છોડ આયે?” પંતે આમ એકસાથે ઘણા સવાલો પૂછી નાખ્યા. પરમારે કહ્યું, “જી સર, સબ કુછ હો ગયા. મુઝે લગા આપ ઘર પહુંચ ગયે હોંગે ઇસલિયે આપકો ડિસ્ટર્બ કિયા નહીં.” પંતે નિશ્વાસ નાખતાં કહ્યું : “નહીં પરમાર. અભી મૈં ઑફિસ મેં હી હૂં. બસ, નિકલ રહા હૂં. ઑકે, ગુડ નાઇટ.”
પંત ઑફિસની બહાર નીકળ્યા ત્યારે મોટા ભાગની ચેમ્બરો ખાલી થઈ લૉક થઈ ગઈ હતી. નાઇટ-ડ્યૂટીમાં રહેલા સંત્રીઓએ કારમાં બેસી રહેલા પંતને સલામી આપી અને પંતની કાર રવાના થઈ. રાતના સાડાઆઠ જ થયા હતા, પણ ગાંધીનગરના રસ્તા સૂમસામ થઈ ગયા. એકલદોકલ વાહનો નજરે પડતાં સોડિયમ લાઇટો ગાંધીનગર પાટનગર હોવાનો અહેસાસ કરાવતી હતી. રાતે આ શહેર વિદેશનું કોઈ શહેર હોય તેવું ભાસ કરાવતું હતું. સરકારી કમર્ચારીઓના આ શહેરમાં ખુદ સરકારી કમર્ચારીઓ પણ ઓછું રહેવાનું પસંદ કરે છે. ગાંધીનગરમાં સાંજના છ વાગ્યા પછી વાત કરવા કોઈ માણસ અથવા સારો પડોશી મળી જાય તો પૂર્વજન્મનાં પુણ્ય માની લેવાં. અચાનક પંતને આદેશની યાદ આવી. ઘણા દિવસ થયા હતા. આદેશનો ફોન ન હતો અને વાત પણ થઈ ન હતી. આ કેસને મહત્ત્વપૂર્ણ મુકામ ઉપર લઈ જવામાં આદેશની મહત્ત્વની ભૂમિકા હતી.
પંતે તરત બાજુમાં પડેલો ફોન ઉપાડી આદેશનો નંબર ડાયલ કર્યો. પોલીસ સાથે કામ કરતાં કરતાં આદેશના વ્યવહારમાં પણ પોલીસની ભાષા આવી ગઈ હતી. પંતનો ફોન ઉપાડતાં તેણે ‘સર’ કહી વાતની શરૂઆત કરી. આદેશનો અવાજ સાંભળતાં પંતે કહ્યું, “અરે ભાયા આદેશ, નારાજ હો ક્યા હમસે? કોઈ ફોન-સમાચાર નહીં?” આદેશે કહ્યું, “નહીં સર, એક નયે ઍસાઇન્મેન્ટ પે કામ કર રહા થા.” પંત હસી પડ્યા. તેમણે કહ્યું, “ભાઈ, અબ કિસકી શામત આઇ? તુમ્હારા ઍસાઇન્મેન્ટ છોટા તો હોતા નહીં.” આદેશે કહ્યું : “નહીં સર, ઐસી બાત નહીં, લેકિન ઇન્ટરેસ્ટિંગ હૈ. આપ કો રૂબરૂ મેં બતાઉંગા, શાયદ આપકી મદદ કી જરૂર ભી પડે.” પંતે કહ્યું, “કોઈ બાત નહીં. આદેશ, આપ કે લિયે હમારે દરવાજે ચૌબીસો ઘંટે ખુલ્લે હૈં. લેકિન આજ મૈંને ઇસલિયે ફોન કિયા, હમારે હોમ-મિનિસ્ટર યાની હમારી ધર્મપત્ની દો દિન કે લિયે માયકે ગઈ. હમેં દો દિન કી જમાનત મિલિ હૈ, આપ ચાહે તો મુઝે જૉઇન્ટ કર સકતે હો.” સરકારી કારમાં સાથે ગનમૅન અને સરકારી ડ્રાઇવર હોવાને કારણે પંતે મોઘમમાં આદેશ સાથે વાત કરી. જોકે આ પોલીસવાળાના વાળ પણ સફેદ થવા આવ્યા હતા. તેમણે પણ પંત જેવા અનેક આઇપીએસ પાસે નોકરી કરી હતી.
પંતે જોયું કે ડ્રાઇવરે વાક્ય પૂરું થતાં રિયર. ગ્લાસમાંથી એક નજર પંત સામે કરી લીધી. જોકે આદેશે કહ્યું, “સર, આજ તો શાયદ પૉસિબલ નહીં હોગા.” પંતે વાક્ય પૂરું થતાં કહ્યું, “ક્યોં પરમાર નહીં ઇસીલિયે?” પંતને ખબર હતી કે આદેશ અને પરમાર રાતે ઘણી વખત મળતા હતા. પણ પંતે જે રીતે વાત કરી એટલે આદેશે કહ્યું, “ઠીક હૈ સર, મૈં એક ઘંટે મેં આપકે રેસિડેન્ટ પે આતા હૂં.” આદેશ આવે છે તેવું સાંભળતા પંતને કોઈ વિશેષ આનંદ થયો હોય તેવો તેમનો ચહેરો હતો. ખબર નહીં કેમ આદેશ સાથે વાત કરી અથવા આદેશને મળ્યા પછી પંતને સારું લાગતું હતું. સામાન્ય રીતે તેમને પત્રકારો માટે ખાસ આદર ન હતો પણ આદેશ તેમાં અપવાદ હતો.
(ક્રમશઃ)








