Gujarat Railway Police made headlines following two incidents : ગુજરાત રેલવે પોલીસ રવિવારના દિવસે સમાચારોમાં છવાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા રેલવે સ્ટેશન ખાતેથી 12 દિવસ અગાઉ થયેલા 3 વર્ષના બાળકના અપહરણ (Child abducted from Mehsana Railway Station) કેસમાં પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી ગુમ થયેલા 13 વર્ષીય કિશોર (Teenager missing from Rajkot railway station) ના પ્રકરણમાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરવાના બદલે 24 કલાક પછી આવો તેમ કહેતો એક વીડિયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીને જવાબદાર મહિલા ASI કામિનીબહેન મારણકાને સસ્પેન્ડ કરી દેવાયા છે.
બાળકનું અપહરણ 12 દિવસ પહેલા થયું
મૂળ કર્ણાટકના રેશ્માબહેન અમદાવાદમાં બે સંતાન સાથે ફૂટપાથ રહે છે. રેશ્માબહેન ગત 9 નવેમ્બર દિવાળીના તહેવારમાં ટ્રેનમાં બેસી વહેલી સવારે અમદાવાદ સાબરમતી સ્ટેશનથી રાજસ્થાન જવા નીકળ્યા હતા. તેઓ બીજી ટ્રેનમાં બેસી ગયા હોવાની જાણકારી મળતા મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ત્રણ વર્ષના પુત્ર રાહુલ અને બે વર્ષની પુત્રી સોના સાથે ઉતરી ગયા હતા. દરમિયાનમાં એક અજાણ્યા શખ્સ રેશ્માબહેનને ગુટકાની બે પડીકી આપી હતી. ત્યારબાદ અજાણ્યો શખ્સ બાળકો સાથે રમવા લાગ્યો હતો અને સાંજે રાહુલને નાસ્તો કરાવવાના બહાને લઈ ગયો હતો. અજાણ્યો શખ્સ તે પછી પરત ફર્યો ન હતો. આ મામલે મહેસાણા રેલવે પીઆઈ જે.જી. દેસાઈ (PI J G Desai) એ જણાવ્યું છે કે, રેશ્માબહેન માનસિક રીતે અસ્થિર છે અને બાળકના અપહરણની જાહેરાત શનિવારે 21 નવેમ્બરના રોજ થતાં CCTV ફૂટેજ તપાસી ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં અમદાવાદ રેલવે એલસીબી (Ahmedabad Railway LCB) એ પણ તપાસ આરંભી છે.
મહિલા ASI ને મહિનાઓ માટે આરામ જ આરામ
રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી 13 વર્ષનો કિશોર ગુમ થઈ જતા તેના મામા ફરિયાદ કરવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ગોદડું ઓઢીને સૂઈ રહેલા પોલીસ સ્ટેશન ઓફિસર એવા મહિલા એએસઆઈએ સૂતા સૂતા જ 24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ કરવા આવજો તેમ જણાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. દરમિયાનમાં શનિવારે 21 નવેમ્બરના રોજ કિશોર મળી આવ્યો હતો. ગંભીર ઘટનામાં દાખવેલી બેદરકારીના પગલે પશ્ચિમ રેલવેના એસપી યશપાલ જગાણીયા (Yashpal Jaganiya) એ આજે રવિવારે 22 નવેમ્બરના રોજ મહિલા ASI કામિનીબહેન મારણકાને સસ્પેન્ડ (Female ASI suspended for refusing to register a complaint) કરી દેવાયા છે.








