Saturday, November 21, 2026
HomeGujaratAhmedabadગુજરાત સરકારે હોમસ્ટેના નિયમોમાં સુધારા કર્યા, મંજૂર રૂમની મર્યાદા 6 થી વધારીને...

ગુજરાત સરકારે હોમસ્ટેના નિયમોમાં સુધારા કર્યા, મંજૂર રૂમની મર્યાદા 6 થી વધારીને 9 કરી

- Advertisement -

Gujarat government has relaxed the rules for homestays : રાજ્યના પ્રવાસન ક્ષેત્રે સ્વરોજગારને વેગ આપવા અને ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે નીતિમાં મહત્વપૂર્ણ સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે. રાજ્યના અર્થતંત્રમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે કરાયેલા આ નીતિગત ફેરફારોથી હોમસ્ટે વ્યવસાય શરૂ કરવા અને તેનું સંચાલન કરવાનું વધુ સરળ બન્યું છે. આ ફેરફારો હેઠળ હોમસ્ટેમાં મંજૂર રૂમોની મહત્તમ મર્યાદા 6 થી વધારીને 9 કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં હોમસ્ટેની સંખ્યા વર્ષ 2025-26માં 148 હતી જ્યારે અને વર્ષ 2026-27માં 105.4 ટકાના ઉછાળા સાથે 304 સુધી પહોંચી છે.

નવી સુધારેલી જોગવાઈઓ અનુસાર હોમસ્ટેમાં મંજૂર રૂમોની મહત્તમ મર્યાદા વધારીને 9 કરવામાં આવી છે. વહીવટી પ્રક્રિયાઓનું સરળીકરણ કરતાં હવે હોમસ્ટે પરિસરમાં માલિકનું પ્રત્યક્ષ રહેવું ફરજિયાત નથી અને તેના સંચાલન માટે અધિકૃત મેનેજરની નિમણૂક કરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત નોંધણી સમયે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે. જોકે પ્રવાસીઓની સુરક્ષાના નિયમો અગાઉની જેમ જ સુનિશ્ચિત રાખવામાં આવ્યા છે.

- Advertisement -

હોમસ્ટેની નોંધણી બે વર્ષ માટે માન્ય રહેશે અને તેનું રિન્યુઅલ હવે ભૌતિક ચકાસણી વિના માત્ર ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશન (સેલ્ફ-રિન્યુઅલ) દ્વારા કરી શકાશે. રિન્યુઅલ સમયે નવી ભૌતિક તપાસ ફરજિયાત રહેશે નહીં, પરંતુ જરૂરિયાત મુજબ રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ થઈ શકશે. હોમસ્ટે નોંધણી https://commissionertourism.gujarat.gov.in/home-stay/register વેબસાઈટ પર ઓનલાઈન કરવી રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular